ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં પાઇલટને છરી મારી,કો-પાઇલટે ફ્લાઇટ હાઇજેક કરીને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો; સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ


દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટે સાથી પાઇલટ પર છરી વડે હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો.
ટાઇમ્સ ઑફ ઇઝરાઇલ મુજબ, આ ઘટના બુધવારે સવારે લગભગ 9 વાગ્યે બની હતી. કો-પાઇલટ વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા પાઇલટ અને કેટલાક મુસાફરોએ તેની સાથે ઝપાઝપી કરીને તેને રોકી લીધો.
ત્યારબાદ વિમાનમાંથી હાઇજેકનું એલર્ટ મોકલવામાં આવ્યું. ઇઝરાઇલે તરત જ ફાઇટર જેટ્સ રવાના કર્યા. તેમની દેખરેખ હેઠળ ફ્લાઇટનો માર્ગ બદલવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો સવાર હતા, જેમાં આશરે 150 ઇઝરાઇલી નાગરિકો હતા.7 પોઇન્ટમાં જાણો વિમાનમાં શું-શું થયું
1. પહેલાં ઇમર્જન્સી, પછી હાઇજેકનું એલર્ટ
વિમાને પહેલાં 7700 કોડ મોકલ્યો. તેનો અર્થ થાય છે કે વિમાનમાં કોઈ ઇમર્જન્સી છે. થોડી જ સેકન્ડ બાદ વિમાને 7500 કોડ મોકલ્યો. આ કોડ વિમાનમાં હાઇજેક માટેનો છે.
2. વિમાન 16,600 ફૂટ સુધી નીચે આવી ગયું
ફ્લાઇટ રડાર મુજબ, વિમાન માત્ર બે મિનિટમાં 34 હજાર ફૂટથી ઘટીને 16,600 ફૂટની ઊંચાઈએ આવી ગયું. ત્યારબાદ વિમાને પોતાનો માર્ગ બદલ્યો અને સાઉદી અરબના તાબુક તરફ જવા લાગ્યું.
સવારે લગભગ 10:50 વાગ્યે વિમાન ઉત્તર-પશ્ચિમ સઉદી અરેબિયા ઉપર માત્ર બે મિનિટમાં 17,400 ફૂટ નીચે આવી ગયું. તેની ઊંચાઈ 34,000 ફૂટથી ઘટીને લગભગ 16,600 ફૂટ રહી ગઈ.




