GUJARAT

ગુજરાતમાં હવે ટ્રાફિક ચલણ માટે ‘ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમ’ શરૂ; સમયસર દંડ નહીં ભર્યો તો લાયસન્સ અને વાહન સેવાઓ થશે બ્લોક!

રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ‘ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમ’ (New Generation Challan System) અમલમાં મૂકવામાં આવી છે. 12 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ નવીન સિસ્ટમ થકી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ અને ભૌતિક ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

નવી સિસ્ટમની મુખ્ય નિયમો અને કડક જોગવાઈઓ…

ચલણ પહોંચાડવાની વ્યવસ્થા
નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમભંગ બદલ ઈ-ચલણ ૩ દિવસમાં અને ભૌતિક ચલણ 15 દિવસની અંદર વાહનચાલક સુધી પહોંચાડી દેવામાં આવશે.

45 દિવસમાં કાર્યવાહી ફરજિયાત
ચલણ જાહેર થયાની તારીખથી 45 દિવસની અંદર વાહનચાલકે કાં તો દંડની રકમ ભરી દેવી પડશે અથવા તો તે ચલણ સામે વાંધો હોય તો પોર્ટલ પર તેને પડકારવું (Challenge) ફરજિયાત રહેશે.

RTO સેવાઓ બ્લોક
નિયત સમયમાં દંડ ન ભરાય તો ડ્રાઇવિંગ લાયસન્સ (DL) અને RC બુક સંબંધિત તમામ કામગીરી અટકાવી દેવાશે.

લાઈસન્સ સસ્પેન્ડ
એક વર્ષમાં 5થી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

45 દિવસની સમયમર્યાદા
જો 45 દિવસની મર્યાદામાં ચલણ સામે કોઈ પડકાર કે વાંધો નોંધાવવામાં નહીં આવે, તો વાહનચાલકે તે ચલણ સ્વીકારી લીધું છે, તેમ ગણી લેવામાં આવશે.

ચુકવણી માટે વધારાનો સમય
ચલણ સ્વીકારાયા બાદ રકમની ભરપાઈ કરવા માટે વાહનચાલકને વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે.

ઓટોમેટિક વેરિફિકેશન
RTO માં કોઈ પણ અરજી કરતા પહેલા સિસ્ટમ આપોઆપ બાકી ચલણ ચેક કરી લેશે.વર્ચ્યુઅલ કોર્ટ
90 દિવસથી વધુ જૂના ચલણ આપમેળે જામીનપાત્ર કાર્યવાહી માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

જો ચલણ સામે પડકાર ફેંકવામાં આવે તો?
જો કોઈ વાહનચાલક પોર્ટલ પર ચલણ સામે પડકાર નોંધાવે છે અને સક્ષમ સત્તાધિકારી (Competent Authority) દ્વારા તે રજૂઆતને નામંજૂર કરવામાં આવે, તો આદેશ જારી થયાની તારીખથી 30 દિવસની અંદર દંડની રકમ ચૂકવવાની તક આપવામાં આવશે.

સમયમર્યાદા ચૂકી જશો તો શું થશે પરિણામ?
જો નક્કી કરેલી સમયમર્યાદામાં ચલણ અંગેની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે કે દંડ ભરવામાં નહીં આવે, તો વાહનચાલકે નીચે મુજબની ગંભીર અસરોનો સામનો કરવો પડી શકે છે:

મહત્વપૂર્ણ ચેતવણી
1. વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને વાહન રજીસ્ટ્રેશન (RC) ને લગતી તમામ સરકારી સેવાઓ અટકાવી દેવામાં આવી શકે છે.

2. બાકી ચલણની સ્થિતિમાં વાહનના પોર્ટલ પર ‘Not to be Transacted’ (કોઈપણ વ્યવહાર ન થઈ શકે) તેવી નોંધ કરી દેવામાં આવશે, જેથી વાહન વેચવું કે ટ્રાન્સફર કરવું શક્ય બનશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button