Top In Ahmedabad

“DANDIYA DHAMAL WITH JIGNESH BAROT (KAVIRAJ)2026” નું આયોજન : ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ

આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં “ દાંડિયા ધમાલ વીથ જિગ્નેશ કવિરાજ” , અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે. ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે. “જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગાર” ના વિચાર સાથે “દાંડિયા ધમાલ વીથ જિગ્નેશ કવિરાજ 2026″માં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે. ગુજસાગા એન્ટરટેઈનમેન્ટ અને તીર્થરાજ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત દાંડિયા ધમાલ વીથ જિગ્નેશ કવિરાજ 2026″”નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક શ્રી દેવાંગભાઈ ભટ્ટ,યોગેશભાઈ રામી,તીર્થરાજભાઈ ત્રિવેદી,શ્રી આદિત્ય બારોટ
, શ્રી ગોવિંદભાઈ દેસાઈ અને શ્રી અલ્પેશભાઈ પટેલ
સંભાળી રહ્યાં છે. “”દાંડિયા ધમાલ વીથ જિગ્નેશ કવિરાજના એનાઉન્સમેન્ટ પ્રસંગે તમામ આયોજકો ઉપસ્થિત રહ્યાં હતા અને ગરબા અંગે માહિતી આપી હતી.

આ ગરબાનું આયોજન 11 મી ઓક્ટોબર 2026થી 19 ઓક્ટોબર 2026 સુધી 7 સ્ટાર પાર્ટી પ્લોટ, નિકોલ રોડ ખાતે કરવામાં આવ્યું છે, જે લગભગ 1,40,000 સ્કવેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તરાયેલું છે. સુંદર ડેકોર, શોભાયમાન લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે. અહીં, દરરોજ સાંજે 8.00 વાગ્યાથી મધરાત્રી 1-00 વાગ્યા સુધી ગરબા જિગ્નેશ કવિરાજના સૂરે ગવાશે…

આ આયોજન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે ગરબા થવાના છે.. દાંડિયા ઘમાલ છેલ્લા 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી અગિયારમા વર્ષમાં નિકોલમાં 7 સ્ટાર પાર્ટી પ્લોટમાં ફેમસ ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ જોડે”દાંડિયા ઘમાલ વીથ જિગ્નેશ કવિરાજ 2026″નું ભવ્ય આયોજન થઇ રહ્યું છે… ત્યારે અમદાવાદ શહેરમાં અગિયારમા વર્ષમાં જિગ્નેશ કવિરાજ સાથે ખૂબ જ મોટી નવરાત્રી થવા જઈ રહી છે..

આયોજકોનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે.

આયોજકો જણાવે છે કે, “સુરક્ષા અને નિયમો અમારી પ્રથમ પ્રાયોરિટી છે. ટ્રાફિક, ફાયર અને પોલીસ વિભાગની પરમિશન અનુસાર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક એન્ટ્રી પર સિક્યુરિટી ચેક, CCTV , ઈમરજન્સી એક્ઝિટ, મેડિકલ ટીમ અને પૂરતી પાર્કિંગની સુવિધા સાથે સંપૂર્ણ સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સૈયર ગ્રાઉન્ડમાં આશરે 10,000+ લોકો એકસાથે ગરબાનો આનંદ માણી શકે એવી ક્ષમતા છે. ઉપરાંત, આ વર્ષે ડેકોરેશનમાં ખાસ થીમ રાખવામાં આવશે. ગામડાની વાઇબ સાથે કલરફુલ ટ્રેડિશનલ લુક, આધુનિક લાઇટિંગ અને ફોક આર્ટનું સુંદર મિશ્રણ જોવા મળશે. યુથ માટે ખાસ ફોટો સ્પોટ્સ અને એન્ટ્રી ગેટ પર આકર્ષક ડિઝાઇન બનાવવામા આવશે જેથી દરેકને ફેસ્ટિવલનો રિયાલિસ્ટિક અનુભવ મળે.”અને આજના યુથને ગમે તે દરેક વસ્તુઓ પર ફોકસ આપવામાં આવશે…

“દાંડિયા ધમાલ વીથ જિગ્નેશ કવિરાજ” માત્ર એક મહોત્સવ નહીં પરંતુ એક અનુભૂતિ છે, જ્યાં ગરબા એટલે સંગીત, સંગીત એટલે સમુદાય અને સમુદાય એટલે ઉત્સવ. નવરાત્રિના આ પાવન અવસરને અનોખો બનાવતા આ મહોત્સવમાં જોડાઈને રંગ, રાગ અને રાસનો આનંદ માણવો એ એક અવિસ્મરણીય અનુભૂતિ સાબિત થશે.
અહીં ટ્રેડિશનલ ગરબા સાથે ફૂડ, ફેશન અને ફેસ્ટિવલ અમદાવાદની ઓળખને સાચી રીતે ઉજવતા આ ગરબાને યુવા જનરેશન સુધી ખાસ રીતે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતી ફેમસ સિંગર જિગ્નેશ કવિરાજ પણ અમદાવાદીઓ અને દેશ વિદેશથી આવતા તમામ ખૈલેયાઓને પોતાના તાલથી ગરબે રમાડવા આતુર છે….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button