National

‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી:મિત્રને બંધક બનાવી દુષ્કર્મ આચર્યું

દિલ્હીના કાલકાજી મંદિર પાસે આવેલા આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવાર સાંજની છે. પોલીસે મંગળવારે સવારે દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં એન્કાઉન્ટર બાદ એક આરોપી આસિફની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ દરમિયાન આરોપીએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એક ગોળી હેડ કોન્સ્ટેબલની બુલેટપ્રૂફ જૅકેટ પર વાગી હતી. જવાબમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ઘાયલ આરોપીને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

દિલ્હીમાં આ મહિને સગીરા સાથે બળાત્કારનો આ ત્રીજો મામલો છે. 12 સપ્ટેમ્બરે સ્વરૂપ નગરમાં 14 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરે સદર બજારમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સગીર સોમવારે સાંજે 7 વાગ્યે પોતાના 17 વર્ષીય મિત્ર સાથે કાલકાજી મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ બંને સાંજે લગભગ 7:30 વાગ્યે ગેટ નંબર 7થી આસ્થા કુંજ પાર્કમાં પ્રવેશ્યા હતા. ત્યાં ત્રણ યુવકો તેમની પાસે આવ્યા અને પોતાને પોલીસકર્મી હોવાનું જણાવ્યું.

ફરિયાદ અનુસાર, યુવકોએ સગીર અને તેના મિત્રને ધમકાવ્યા. ત્યારબાદ સગીરને તેના મિત્રથી અલગ કરીને એકાંત સ્થળે લઈ ગયા. આસિફે પિસ્તોલ અને છરી બતાવીને તેને ધમકાવી. ત્યારબાદ ત્રણેયે તેની સાથે બળાત્કાર કર્યો. પછી ધમકી આપીને તેને છોડી દીધી.

પોલીસને રાત્રે 8:45 વાગ્યે PCR કૉલ મળ્યો

પોલીસને રાત્રે લગભગ 8:45 વાગ્યે PCR કૉલ દ્વારા પાર્કમાં બળાત્કારની માહિતી મળી. ત્યારબાદ અમર કોલોની પોલીસ સ્ટેશનના SHO અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યાં સગીરા પોતાના મિત્ર સાથે મળી.

સગીરાની AIIMSમાં તબીબી તપાસ કરાવવામાં આવી. ક્રાઇમ ટીમ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની તપાસ કરી જરૂરી સેમ્પલ અને અન્ય પુરાવા એકત્ર કર્યા.

પોલીસે જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આસિફ DM ઓફિસ રોડ, અમર કોલોની પાસે હોવાની માહિતી મળી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું.

પોલીસના જણાવ્યા અનુસાર, એક ગોળી હેડ કોન્સ્ટેબલ રાજેશની બુલેટપ્રૂફ જેકેટ પર વાગી હતી. ત્યારબાદ રાજેશે આત્મરક્ષામાં બે રાઉન્ડ ફાયર કર્યા. તેમાંથી એક ગોળી આસિફના જમણા પગમાં વાગી હતી.

એન્કાઉન્ટર સ્થળે FSL ટીમે તપાસ કરી

એન્કાઉન્ટર બાદ ક્રાઇમ ટીમ અને FSL ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળની તપાસ કરી અને જરૂરી પુરાવા એકત્ર કર્યા. પોલીસે ઘટનાસ્થળેથી એક બાઇક અને પિસ્તોલ જપ્ત કરી છે.

પોલીસ બાકીના બંને આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ મામલે BNS અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button