Top In Ahmedabad

મોં ઢાંકીને જજો! અમદાવાદ શહેરની હવા બની ઝેરી, AQI પહોંચ્યું 200ને પાર

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ સામાન્યની સરખામણીમાં ઓછું હોવા છતાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે. હવામાં ઝેરી કણોનું પ્રમાણ વધતા AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 200ને પાર પહોંચી ગયું છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં ગણાય છે.

બોડકદેવ, ચાંદખેડા, સીપીનગર, ઘૂમા, ગ્યાસપુર, કઠવાડા, મણીનગરમાં AQI 225ને પાર પહોંચ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ ધૂમ્મસભર્યું છવાયેલુ છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે અને વાહનચાલકોને પણ લૉ વિઝિબિલીટીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રદૂષણના કારણે શ્વસન સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને ખાસ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ડોક્ટરો મુજબ આવી પરિસ્થિતિમાં માસ્કનો ઉપયોગ કરવો, જરૂર ન હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિઓ ઘટાડવી અને ઘરમાં એર શુદ્ધિકરણ જેવા ઉપાયો અપનાવવાથી જોખમ ઓછું થઈ શકે છે.રાજ્યમાં વધતા પ્રદૂષણે હવે નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યના 8 જેટલા મુખ્ય શહેરોની એર ક્વોલીટી ઈન્ડેક્સ જોખમી સપાટી પર પહોંચ્યો છે. સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ખરાબ હવા દક્ષિણ ગુજરાતના ચીખલીમાં નોંધાવા પામી છે. જ્યાં AQI 227 પહોંચ્યો છે. જે બાદ સંધ પ્રદેશ દમણનો AQI 213 નોંધાવા પામ્યો છે. મેગા સિટી અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા બગડી છે. અમદાવાદનો AQI 195 પહોંચ્યો છે. અંકલેશ્વરમાં પ્રદૂષણનું સ્તર 195 પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં AQI 172 પહોંચ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button