Top In Ahmedabad

અમદાવાદમાં સેટેલાઇટની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગથી લાગતા અફરાતફરી, ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. વાસ્તવમાં મેટ્રોસિટી અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રત્નાકર-3 હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિગતો મુજબ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આવેલા એક મકાનમાં આગ ભભૂકી ઊઠતા રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગના ધુમાડા દૂર સુધી દેખાતા સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

આ તરફ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લોકોમાં ભારે દોડધામ જોવા મળી હતી.

કલાકોની મહેનત બાદ ફાયર વિભાગેઆગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેને કારણે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button