Top In Ahmedabad

અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બોપલ, ઘુમા, સાયન્સ સિટી, શીલજ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, માણેકબાગ, શિવરંજની, સેટેલાઈટ, જોધપુર, કોર્પોરેટ રોડ અને પ્રહલાદનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત અનેક શહેરો ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ  ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધી સમગ્ર ચોમાસા દરમિયાન માત્ર પાંચ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. જોકે, આજના ધોધમાર વરસાદથી વરસાદની ખોટમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યાં ડોલવણમાં 14.88 ઇંચ, વાલોડમાં 10.08 ઇંચ, વ્યારામાં 9.49 ઇંચ, સોનગઢમાં 7.48 ઇંચ અને ઉકાઈમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં 14.53 ઇંચ તથા સમગ્ર જિલ્લામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ઉમરપાડામાં 9.84 ઇંચ, અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23 ઇંચ, મહુવામાં 7.09 ઇંચ, ઓલપાડમાં 6.06 ઇંચ, સુરત શહેરમાં 5.04 ઇંચ, કામરેજમાં 4.84 ઇંચ, માંડવીમાં 3.78 ઇંચ અને ચોર્યાસીમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, બારડોલીમાં 6.89 ઇંચ વરસાદ વરસ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button