Top In Ahmedabad

સંવેદના ક્લબ દ્વારા 24 ઓક્ટોમ્બરે અમદાવાદના મીઠાખળી ખાતે લાયન્સ હોલમાં રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સંવેદના ક્લબ દ્વારા 24 ઓક્ટોમ્બરે અમદાવાદના મીઠાખળી ખાતે લાયન્સ હોલમાં રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 મહિલાઓએ ભાગ લીધો હતો.

મહિલાઓ ચણિયા ચોળી અને સુંદર વસ્ત્રો પહેરીને આવી હતી. પ્રથમ માતાજીનીઆરાધના કર્યા બાદ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તો બીજી તરફ સંવેદના ક્લબે રાસ-ગરબાની સ્પર્ધા પણ રાખી હતી.

જેમાં 19 મહિલાઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેમને આકર્ષક ભેટ સોગાદો પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ફિલ્મ મેકર અદિતી ઠાકર, જીગ્ના મજુમદાર અને વિશેષ અતિથી અભય શુક્લા હાજર રહ્યા હતા. હાજર મહિલાઓએ અદુભત રાસ-ગરબા રમીને સાંજને અનોખી બનાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button