GUJARAT
રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદ, સપ્ટેમ્બરમાં પણ વરસશે, અંબાલાલ પટેલની મોટી આગાહી


અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના મહદ ભાગે માં વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર સુરત, નવસારીના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે અને કેટલાક ભાગોમાં જળભરાવની સ્થિતિ રહી શકે છે.અંબાલાલ પટેલે કહ્યું કે 12 ઓગસ્ટ સુધી વરસાદ રહી શકે જોકે 13 તારીખ પછી તેનું જોર ઘટી શકે છે.
અંબાલાલની નવી આગાહી અનુસાર, 17 થી 19 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે જોકે ભારે વરસાદની આશા નહિવત છે. 23 થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહી શકે છે. રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદ પડી શકે છે.
મંગળવારે વહેલી સવારથી 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ પડ્યો હતો.




