સેમીકન્ડક્ટરથી લઈને ભારતને પરમાણુ સુપરપાવર બનાવવા સુધી…PM મોદીએ જણાવ્યો ‘મિશન 2047 પ્લાન


ભારતે 2027 સુધી વિક્સિત દેશ બનવાનો લક્ષ્યાંક નક્કી કરી લીધો છે. આ માટે એનર્જી સેક્ટરમાં પોતાને આત્મનિર્ભર બનાવવા માટે ભારતે મોટું પગલું ભર્યું છે. પરમાણુ ઉર્જાથી લઈને સેમીકન્ડક્ટર ચિપ મેકિંગમાં ભારત હવે દુનિયાની સામે મોટું ઉદાહરણ રજૂ કરશે.
આઝાદીની 80મી વર્ષગાંઠના અવસરે પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પરથી એકવાર ફરીથી વિક્સિત ભારતના 2047 મિશનનો લક્ષ્ય હાંસલ કરવાની વાત દોહરાવી. રાષ્ટ્રીય સમારોહનું નેતૃત્વ કરી રહેલા પીએમ મોદીએ એકવાર ફરીથી કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારત વિક્સિત દેશ બનીને રહેશે. શક્તિની સપ્તધારાથી લઈને ભારતને ગ્લોબલ સેન્ટર બનાવવાનો પ્લાન પણ રજૂ કર્યો.
પીએમ મોદીના ભાષણમાં ઉર્જાના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા પર સૌથી વધુ ભાર રહ્યું. પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું કે હવે નાના સપનાથી આ લક્ષ્યને મેળવી શકાશે નહીં. આથી હવે ઊંચી ઉડાણ ભરવી પડશે. પીએમ મોદીના મિશન 2047ના મેડ ઈન ઈન્ડિયા અને એનર્જી પર સૌથી વધુ ફોકસ રહ્યું.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સેમીકન્ડક્ટરની ચર્ચા થતી રહી, પરંતુ આપણી પાસે કોઈ પ્લાન નહતો. ડિજિટલ દુનિયા અને ટેક્નોલોજીમાં ચિપનું મહત્વ આપણે સમજીએ છીએ. જે ચિપ વગર દુનિયા અટકી જાય એવી સ્થિતિ ભારત સામે પેદા ન થાય, એ માટે ભારતે આ દિશામાં આત્મનિર્ભર બનવું પડશે. ભારેત પોતાનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ લગાવ્યો છે. 3 પ્લાન્ટ શરૂ થઈ ગયા છે. આગામી 7-8 વર્ષમાં બીજા નવા પ્લાન્ટ શરૂ થશે.
પીએમ મોદીએ કહ્યું કે આપણે 2047 સુધીમાં 100 ગિગાવોટ ન્યૂક્લિટર પાવરનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે એનર્જી સિક્યુરિટી હવે સમયની માંગ છે. એર્જી વગર નવી દુનિયા ચલાવવી મુશ્કેલ છે. આપણને ખુબ મોટા પાયે ઉર્જાની જરૂર છે. 20476 સુધી આપણે 100 GW ન્યૂક્લિયર પાવરનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીએ એનર્જી સિક્યુરિટી પર ભાર મૂકતા કહ્યું કે આ આજની સૌથી મોટી માંગ છે.
પીએમએ જણાવ્યું કે ભારતમાં 5 નવા ન્યૂક્લિયર રિએક્ટર પર કામ ચાલુ છે અને તેમનું કામ પૂરું થાય ત્યારે ભારત પાસે 29 પરમાણુ ઉર્જા રિએક્ટર થઈ જશે. હાલમાં ભારતના ન્યૂક્લિયર એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતા લગભગ 8.78 ગીગાવોટ છે. જેને 2047 સુધી વધારીને 100 ગીગાવોટ પહોંચાડવાની છે. તેમણે દેશને સંબોધિત કરતા જણાવ્યું કે ભારતે ફાસ્ટ બ્રીડર ન્યૂક્લિયર ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરવાનો એક મહત્વનો પડાવ પાર કર્યો છે.




