Top In Ahmedabad

અમદાવાદના જશોદાનગરમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે દબાણ હટાવવા મુદ્દે AMCની ટીમ દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રોષે ભરાયેલી મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.. સ્થાનિકોએ AMCની ટીમ પર હુમલો કરી ગાડી પર પથ્થરમારો કર્યો.

સ્થાનિકોનો આરોપ છે કે એસ્ટેટ વિભાગે અગાઉ દુકાનદારો પાસેથી પૈસા વસૂલ્યા હોવા છતાં ડિમોલિશનની કાર્યવાહી માટે પહોંચ્યા હતા.આ  બનાવે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button