Top In Ahmedabad

ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ

Oplus_131072

ગોવાના અર્પોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. ઘાયલોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આગ લગભગ 12:00 વાગ્યે લાગી હતી.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણથી ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના લોકોના શ્વાસ રૂંધાવાથી થયા છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી સૂચવે છે કે નાઈટક્લબે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યું ન હતું. અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. આજે સવારે, ફોરેન્સિક (FSL) ટીમ આગના ચોક્કસ કારણની તપાસ કરશે.

ગોવા પોલીસ વડા આલોક કુમારે પીટીઆઈને જણાવ્યું હતું કે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી. ANIના અહેવાલ મુજબ, પોલીસ મહાનિર્દેશકએ જણાવ્યું હતું કે, “ઓછામાં ઓછા 23 મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં ક્લબના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.” ગોવા પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે જણાવ્યું હતું કે કેટલાક લોકોના મોત આગમાં મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય લોકોના મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયા હતા. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તે સમયે ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 20 પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

અકસ્માતના સમાચાર મળતાં જ મોડી રાત્રે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે તેને ખૂબ જ દુ:ખદ ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે જો સલામતીના ધોરણોમાં કોઈ બેદરકારી જણાશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એ પણ સ્વીકાર્યું હતું કે મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ હતા જે વેકેશન માટે ગોવા આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button