‘મેક ઈન ઈન્ડિયા’ને મજબૂત બનાવતી એક અનોખી પહેલ: ક્વોલિટી માર્ક એવોર્ડસ ૨૦૨૫ માં શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા


ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ૧૪ માં ક્વોલિટી માર્ક એવોર્ડસ નો ભવ્ય સમારોહ મંગળવાર, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે યોજાયો. આ ગાલા ઈવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ, અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો.
આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને વ્યાવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૩૫ થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા (જળ સંસાધન, ખાદ્ય અને નાગરિક પુરવઠો વિભાગ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. માનનીય વિશિષ્ટ મહેમાન તરીકે શ્રી દિલીપભઈ સંઘાણી (અધ્યક્ષ – ઈફ્કો) અને શ્રી રત્નશેખરજી (ટ્રાફિક મેનેજર, દિન્દયાલ પોર્ટ ઓથોરિટી) શ્રી કે. કે. મૌર્ય ( ડીજીએમ, ઓર્ડનન્સ ફેક્ટરી દેહુ રોડ) , શ્રી જયરામ દેસાઈ ( અધ્યક્ષ એપીએમસી ) ઉપસ્થિત રહ્યા. બોલીવુડ સ્ટાર શ્રી શર્મન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી અને સમારોહમાં રંગત ભરી.
આ કાર્યક્રમ દિન્દયાલ પોર્ટ ઓથોરિટી સાથે સહયોગમાં અને World Economic Magazine ના મેગેઝિન પાર્ટનર તરીકે યોજાયો હતો, જે ગુણવત્તા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે સંકળાયેલ છે.
આ આયોજન વિશે આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું હતું:
ક્વોલિટી માર્ક એવોર્ડસ નો હેતુ એવાં લોકોને સન્માનિત કરવાનો છે, જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે. આવાં પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે.”
આ ઉપરાંત આયોજક અરવિંદ વેગડાએ ઉમેર્યું હતું કે કાર્યક્રમ ના અંતે નેટવર્કિંગ ડિનર રાખવામાં આવ્યું હતું, જેનો ઉદ્યોગ જગત અને મીડિયા પર સુંદર પ્રતિભાવ પડ્યો. ક્વોલિટી માર્ક એવોર્ડસ એવા સંસ્થાઓ માટે વિશ્વસનીયતા અને માન્યતા નું પ્રતિક બની રહ્યું છે, જેઓ સતત નવીનતા અને ગુણવત્તામાં નેતૃત્વ કરે છે.
ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2025 – વિજેતાઓની યાદી
દિનદયાલ પોર્ટ ઓથોરિટી
ઓર્ડનન્સ ફેક્ટરી – દેહુરોડ
એમ્યુનિશન ફેક્ટરી – ખડકી
દરિયા શિપિંગ એજન્સીસ પ્રા. લિ.
લાયન્સ ડેન રિસોર્ટ – ગિર
સહાના સિસ્ટમ લિમિટેડ
વૃજ જ્વેલર્સ
પતંગ રી-ઇવોલ્વ
પરેશભાઇ ગોસ્વામી
સેંટોપ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
ફ્લોકેમ એન્જિનિયરિંગ પ્રા. લિ.
અમિત ફાઈબર ડેકોર
ડિઝાઇનલક્સ પ્રા. લિ.
રાજ ભા ફિલ્મ્સ
મણિલાલ એન્ડ સન્સ
ગજાલી લાઈફસાયન્સ એલએલપી
સ્ટાર પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.
એન્વાયારોક્રાફ્ટ એસોસિએટ્સ
બરોડા મોલ્ડ્સ એન્ડ ડાઇઝ પ્રા. લિ.
રેમન્ડ લાઈફસ્ટાઇલ લિમિટેડ
હાઇટેક પ્રોજેક્ટ્સ લિમિટેડ
ટ્રિનિક્સ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ
પેટ્રોટેક રીટેલ પેટ્રોલિયમ ઈક્વિપમેન્ટ ઇન્ડિયા પ્રા. લિ.
આદિત્ય માઈક્રોડાયનામિક
વર્ણી કેમિકલ્સ
નીલમ રિયલ્ટર્સ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ
ધ બેસ્ટ એગ્રીસીડ્સ
કે-લાઈટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.
વી પી પ્રોડક્શન એન્ડ ઇવેન્ટ્સ
શાહ એન્ડ કંપની ડિસ્ટિ. પ્રા. લિ.
જે એસ ટેકનો સોલ્યુશન્સ પ્રા. લિ.
તિરૂપતિ ક્રિએશન
ચંદુલાલ તલકચંદ ઠક્કર
પ્રાઈમ પીઆર




