Astrology

ધીરજના ફળ મીઠા, આ રાશિના જાતકોને લાભ જ લાભ, જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આજે તમને કામકાજમાં ઉચાટ જણાશે, અને ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે, તો વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી જરૂરી.

વૃષભ (બ.વ.ઉ.)
તમારે માનસિક ચિંતાઓ રહેશે, પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે, અને કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ જઈ કામ કરવું નહીં.

મિથુન (ક.છ.ઘ.)
આજે તમે કામના ભારને હળવો કરી શકશો, સાથે સહ કર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે, નાના સાથીઓથી સંભાળવું, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક (ડ.હ.)
કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું, અને ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખો, જમીન મકાનના કામમાં ચિંતા રહેશે, પરિવારના પ્રશ્નોમાં અચૂક સમાધાન મળશે.

સિંહ (મ.ટ)
આજે તમરી ચિંતા અને વ્યથાઓ હળવી બનશે,અને પરચુરણ ધંધામાં સારો લાભ થશે, તો દલાલીવાળા કામથી લેણું જણાશે, કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા (પ.ઠ.ણ.)
આજે તમારે ધર્મ કાર્ય માટે બહાર જવું પડેશે ,સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકશો ,ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત.)
દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી,કામ વધારે છતાંય આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક (ન.ય.)
તમારા જ વિચારો તમને ખોટા લાગશે, અંતર આત્માના અવાજને ઓળખતા શીખો, માનસિક શ્રમથી થાક અનુભવશો, ગણતરીપૂર્વક કામ નહીં થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)
કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં,વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી,સગા સંબંધીઓમાં તણાવ જણાશે,તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું.

મકર (ખ.જ.)
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે , થોડી બેચેની અને કામની ચિંતા રહેશે ,અગત્યના નિર્ણયો સાચવીને કરવા , કામકાજમાં સંભાળીને કામ કરવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
લાગણીશીલ સ્વભાવથી નુકસાન થશે, થોડા વ્યવહારુ બનો, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આજના દિવસે કામની હળવાશ અનુભવશો, વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો,દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વક દિવસ પસાર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button