World

નેપાળ સંસદ ભવનમાં પ્રદર્શનકારીઓની તોડફોડ- આગ,  ફાયરિંગમાં 14ના મોત 80થી વધુ ઈજાગ્રસ્ત

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે Gen-Z  દેખાવો થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. આંદોલનકારીઓને રોકવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે ફાયરિંગ પણ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 14થી વધુ લોકોના મોત થયા છે અને 80થી વધુ યુવાઓ ઘાયલ થયા છે. 

આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે વિસ્તારમાં કરફ્યુનો આદેશ આપ્યો હતો પરંતુ સ્થિતિ વણસતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્યો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું જ્યારે અન્ય 80થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. 

નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, અને X સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટાપાયે આંદોલનકારીઓ Gen-Z આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.

નેપાળમાં Gen-Z રિવોલ્યૂશન શરૂ

નેપાળના સંસદ ભવનના ગેટ નંબર 2 પાસે પ્રદર્શનકારીઓએ આગ લગાવી હતી. આ આગની જ્વાળાઓ હજુ ઓલવાઈ નથી. કાઠમંડુમાં Gen-Z વિરોધ હિંસક બન્યા બાદ સેના તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. જે ઇમારતમાંથી પોલીસે ગોળીબાર કર્યો હતો ત્યાં તોડફોડ કરવામાં આવી છે.

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે આ પ્રદર્શનકારીઓ અવાજ ઉઠાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

કાઠમંડુના વિવિધ શહેરોમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકાર વિરૂદ્ધ Gen-Z રિવોલ્યૂશન શરૂ થયુ છે. મૈતીઘર, કાઠમંડુ અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button