GUJARAT
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે માં અંબાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા, 51 શક્તિપીઠ સર્કલ પર કરાયું ભવ્ય સ્વાગત


ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠ સર્કલ પર આયોજિત કાર્યક્રમમાં ઢોલ નગાડાઓ, આદિવાસી નૃત્યો અને બેન્ડની ધૂન સાથે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અંબાજીમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ જગદીશ વિશ્વકર્માએ માતા અંબાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. માતાજીના દર્શન બાદ તેઓ તેમના પ્રવાસની યાત્રા માટે રવાના થયા હતા.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ 10થી17 ઓક્ટોબર સુધી પ્રવાસ દરમિયાન જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે ખાસ બેઠકો કરશે. તેઓ પ્રવાસની શરૂઆત અંબાજી માતાના દર્શનથી શરૂઆત કરી છે.




