Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી T20 વરસાદના કારણે ધોવાઈ:ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી; પહેલી મેચ પણ રદ થઈ હતી

ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગમે T20I સિરીઝમાં 2-1થી હરાવ્યું છે. પાંચ મેચની T20I સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ પણ વરસાદને કારણે રદ થઈ હતી.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે બ્રિસ્બેનના ગાબા ખાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હવામાન બગડ્યું ત્યારે ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે માત્ર 52 રન બનાવ્યા હતા અને રમત અટકાવી દેવામાં આવી હતી. ઓપનર અભિષેક શર્મા 23 અને શુભમન ગિલ 29 રન બનાવીને અણનમ રહ્યા. વીજળી પડવાને કારણે, આગળની બેઠકો ખાલી કરવી પડી. થોડા સમય પછી, વરસાદ પણ શરૂ થયો.

લગભગ બે કલાક વરસાદ પડ્યા પછી મેચ રદ કરવામાં આવી હતી. આ સિરીઝની પહેલી મેચ પણ વરસાદના કારણે ધોવાઈ હતી. તો બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ત્રીજી અને ચોથી ભારતે જીતી હતી. આ સાથે જ ભારતીય ટીમે 2-1થી સિરીઝ કબજે કરી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ક્યારેય T20I સિરીઝ હાર્યું નથી. આ રેકોર્ડ હજુ પણ કાયમ જ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button