દિલ્હીમાં AQR 500ને પાર! પ્રદૂષણ ઘટાડવા 50% કર્મચારીઓ કરશે ઘરેથી કામ


દિલ્હીમાં સતત ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણના સ્તર અને પીએમ 2.5 અને પીએમ 10નાં ખતરનાક આંકડાઓને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે કડક પગલા લીધા છે.
કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ના નિર્દેશો હેઠળ હવે તમામ સરકારી અને ખાનગી ઓફિસ ફક્ત 50% જ કર્મચારીઓને ઓફિસ બોલાવી શકશે. બાકીના 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.
દિલ્હીનાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખતા સીએક્યુએમએ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ના સ્ટેજ-3 હેઠળ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પછી સીએક્યુએમએ જીઆરએપી શિડયુલમાં સંશોધન કર્યુ છે.દિલ્હી સરકારને જાહેર, નગરપાલિકા અને ખાનગી ઓફિસોનાં 50% કર્મચારીઓને સાથે કામ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવો પડશે. આ નિર્ણય પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986ની કલમ 5 હેઠળ જારી આ નિર્દેશોનું પાલન તમામ સરકારી ઓફિસો અને એનસીઆરમાં કાર્યરત તમામ ખાનગી ઓફિસોને પણ તાત્કાલિક અસરથી આ નિયમનું પાલન કરવું પડશે.
દિલ્હીમાં પ્રદૂષણ જોખમી સ્તર પર
દિલ્હીમાં આજે સવારે એક્યુઆર (એર ક્વાલિટી ઇન્ડેક્સ ) 500ને પાર થઇ ગયું છે. પ્રદૂષણના આ સ્તરને જોખમી ગણવામાં આવી રહ્યું છે.
તમામ ખાનગી ઓફિસોને શક્ય હોય તો સ્ટેગર્ડ વર્કિંગ અવર રાખવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. જેનો અર્થ થાય છે કે કર્મચારીઓનો આવવા જવાનો સમય અલગ અલગ રાખવામાં આવશે.




