રામ મંદિરના શિખર પર PM મોદીએ ધર્મ ધ્વજ ફરકાવ્યો, મોહન ભાગવત પણ હાજર રહ્યા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર હતા. પીએમ મોદી દિલ્હીથી મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર પહોંચ્યા અને પછી હેલિકોપ્ટર દ્વારા સાકેત મહાવિદ્યાલય પહોંચ્યા. સાકેત મહાવિદ્યાલયથી પીએમ મોદી રોડ શોના રૂપમાં સપ્ત મંદિર ગયા.
સપ્ત મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, પીએમ મોદી રામ મંદિર પહોંચ્યા અને ગર્ભગૃહ તેમજ મંદિરના પહેલા માળે સ્થિત રામ દરબારમાં પ્રાર્થના કરી. પીએમ મોદીની આ મુલાકાત આધ્યાત્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ મંદિર સંકુલમાં પ્રાર્થના કરી અને મંદિર ઉપર ભગવો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજ ફરકાવવો મંદિરના નિર્માણ પૂર્ણ થવા અને એક મુખ્ય સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક છે.ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
ધર્મ ધ્વજા રોહણ શુભ દિવસ: માગશર સુદ પાંચમ, મંગળવાર.




