સ્ટાઇલ અને સ્વેગનું પરફેક્ટ કોમ્બિનેશન, મોનાલિસાના નવા ફોટોશૂટે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું


ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં, મોનાલિસાએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સફેદ શર્ટ અને ચેક્સવાળા મિની સ્કર્ટમાં તેનો અંદાજ કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લાગે છે. ફેન્સ તેની તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

મોનાલિસાને ભોજપુરી સિનેમા જગતમાં તેમની લોકપ્રિયતા માટે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે. આજે મોનાલિસા માત્ર ભોજપુરી નહીં, પરંતુ સમગ્ર ભારતીય મનોરંજન જગતમાં સ્ટાઈલ આઇકન અને મલ્ટી-ટેલેન્ટેડ સ્ટાર તરીકે ઓળખાય છે.

ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટીવીની દુનિયામાં દબદબો જમાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.

અભિનેત્રી મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે, જેણે સેંકડો ભોજપુરી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તેના ચાહકો તેની એક ઝલક મેળવવા ઉત્સુક હોય છે, આ જ કારણ છે કે મોનાલિસાના દરેક ફોટોઝ ઝડપથી લાઇમલાઇટમાં આવી જાય છે.





