Astrology

શુક્રવારે આપની રાશિ મુજબ કરો ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

 મેષ

 શુક્રવારે ગણેશજીને લીલા દુર્વા ચઢાવો,  લીલા મગનું દાન કરો, વાણીમાં સંયમ  રાખો, આટલું કરવાથી કાર્ય સિદ્ધિનું વર મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. 

વૃષભ

 શુક્રવારે તુલસીમાં પાણી અર્પણ કરો,  “ૐ બુદ્ધાય નમઃ” 108 વાર જાપ કરો, આ ઉપાયથી  નાણાકીય સમસ્યામાં રાહત મળશે.

 મિથુન
મિથુન રાશિએ શુક્રવારે લીલા વસ્ત્રો ધારણ કરવા જોઇએ.  ગાયને લીલો ચારો ખવડાવો. બુદ્ધિ, કમ્યુનિકેશન અને કારકિર્દી તેજી પકડશે

 કર્ક 

 શુક્રવારે ચાંદીનો સિક્કો પર્સમાં રાખો.  મગની દાળનું  દાન કરો, માનસિક તણાવ ઘટશે, કામમાં સ્થિરતા આવશે.

 સિંહ

સિંહ રાશિના જાતકે  ગણેશજીને મોદક અર્પણ કરો.  શુક્રવારે ખોટું બોલવું ટાળો,  માન-સન્માન અને નેતૃત્વ શક્તિ વધશે.

 કન્યા

 તુલસી પાસે દીવો પ્રગટાવો,  લીલા ફળ (નાસપતી/દ્રાક્ષ) દાન કરો, નોકરી-વ્યવસાયમાં અચાનક સફળતા મળશે.

 તુલા

 શુક્રવારે લીલી વસ્તુઓનું દાન કરો,  “ૐ ગણ ગણપતયે નમઃ” જપ કરો.  અટકેલા કામ ઝડપથી પૂરાં થશે

 વૃશ્ચિક

 ગાયને લીલું ઘાસ ખવડાવો,  શુક્રવાર શાંત રહશે,  ગુપ્ત શત્રુઓથી બચાવ થશે

 ધન

શુક્રવારે પુસ્તકો દાન કરો, લીલો રૂમાલ સાથે રાખો,  અભ્યાસ અને વિદેશ સંબંધી કામમાં સફળતા મળશે

 મકર

 લીલા શાકભાજીનું દાન કરો,   શુક્રવારે ગણેશજીનું સ્મરણ કરો,  વ્યવસાયમાં સ્થિરતા અને લાભ મળશે.

 કુંભ

 શુક્રવારે તુલસીની માળા પહેરી જાપ કરો,  લીલા અનાજનું દાન કરો,  નવા વિચારો અને આવકના સ્ત્રોત વધશે,

 મીન

 શુક્રવારે મૌન વ્રત રાખો. મગનું લીલા મગ દાન કરો, ગણેશજીની સમક્ષ દીપક પ્રગટાવીને દુર્વા અર્પણ કરીને આપની મનોકામના માટે પ્રાર્થના કરો. જ્યોતિષી દષ્ટીકોણથી મેષથી મીન રાશિ માટે સૂચવાયેલા આ ઉપાય સકારાત્મક વિચારસરણી અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો અચૂક ફળ આપે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button