World

રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેલનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ જ કારણ છે કે, આગામી 30 દિવસ સુધી, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ભારત ઈરાનને બદલે રશિયા પાસેથી તેલ ખરીદશે. આ છૂટ અમેરિકા દ્વારા પણ આપવામાં આવી છે.

યુદ્ધને કારણે બજારની સ્થિતિ વધુ ખરાબ થઈ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું હતું. આ સંઘર્ષ ધીમે ધીમે વધી રહ્યો છે. આ કારણે ઈરાને ભારત સહિત વિશ્વભરમાં તેલનો પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. ભારત પાસે હજુ પણ થોડા અઠવાડિયા જેટલું તેલ બાકી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારતને આગામી 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ખાસ લાઇસન્સ આપ્યું છે.             

ઈરાન સાથે લશ્કરી તણાવને કારણે તેલ પુરવઠા પર અસર થવાનું જોખમ વધ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વધતા ખતરાએ વૈશ્વિક તેલ બજારને અસ્થિર બનાવ્યું છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના તેલ વેપાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, અને ત્યાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક પુરવઠા શૃંખલાને અસર કરી શકે છે. ભારત મોટાભાગે અન્ય દેશોના તેલ પર આધાર રાખે છે. તેથી, થોડા દિવસો સુધી પુરવઠામાં વિક્ષેપ પણ દેશની વસ્તી પર સીધી અસર કરી શકે છે.                               

છેલ્લા કેટલાક મહિનામાં, અમેરિકા અને પશ્ચિમી દેશોના દબાણને કારણે ભારતે રશિયા પાસેથી તેની તેલ ખરીદી ઘટાડી દીધી હતી. જો કે, પશ્ચિમ એશિયામાં અચાનક તણાવમાં વધારો થવાથી ઊર્જા પુરવઠો સુરક્ષિત કરવાનું પ્રાથમિકતા બની ગયું છે. પરિણામે, રશિયા પાસેથી તેલ ખરીદી ફરી એકવાર વધશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button