GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર સતત નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર અને બજારોમાં એવી અફવાઓ ઉડી રહી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત ઉભી થશે. પરંતુ, સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોઈ જ વસ્તુની અછત નથી અને તમામ પુરવઠો સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકોએ ગભરાઈને (Panic Buying) ફટાફટ પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર લાઈનો લગાવવાની કોઈ જ જરૂર નથી.

આ માહિતી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાસ પ્રેસ બ્રિફિંગમાં આપવામાં આવી હતી. જેમાં IOC ના નોડલ અધિકારી સંજીબ બેહરા, રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

IOC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીબ બેહરાએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ખૂટી પડવાની (ડ્રાય આઉટ) સ્થિતિ નથી.

ગુજરાતમાં અત્યારે 6688 પેટ્રોલ પંપ, 16 સ્ટોરેજ ડેપો, 11 LPG બોટલિંગ પ્લાન્ટ અને 1042 ગેસ એજન્સીઓ કાર્યરત છે.

ગઈકાલે જ રાજ્યમાં 2,43,088 ગેસ સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે.

માર્ચના અંતમાં અફવાઓને કારણે લોકો ગભરાઈને પેટ્રોલ પુરાવવા લાગ્યા હતા, જેના કારણે વેચાણમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button