GUJARAT

ગુજરાતના આ જિલ્લામાં જીવલેણ રોગથી 50 દર્દીઓના મોત, 121 દર્દીઓ સારવાર હેઠળ

સુરેન્દ્રનગર જિલ્લામાં સિલિકોસીસથી 50 દર્દીઓના મોત નિપજ્યા છે.  સિલિકોસીસએ એક ગંભીર અને જીવલેણ ફેફસાંની બીમારી છે, જે ક્રિસ્ટલાઈન સિલિકા (રેતી, ખડક અને ખનિજોમાં મળતી સામાન્ય ખનિજ)ની બારીક ધૂળને લાંબા સમય સુધી શ્વાસ દ્વારા લેવાથી થાય છે. 

 આ રોગમાં ફેફસાંમાં સોજા, કઠિનતા અને દાડમ આવી જાય છે, જેના કારણે શ્વાસ લેવો મુશ્કેલ બને છે. તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેને રોકી શકાય છે.  આ રોગ મુખ્યત્વે ખનન, બાંધકામ, રેતી ધોવા (સેન્ડબ્લાસ્ટિંગ), પથ્થર કાપવા અને કાચ ઉદ્યોગ જેવા કામોમાં કામ કરતા લોકોને અસર કરે છે.

રાજકોટ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે અને રિપોર્ટ માટે દર્દીઓને લઈ જવામાં આવે છે.રોગમાં દર્દીના ફેફસા જ ડેમેજ થઈ જાય છે પરિણામે પીડિત દર્દીનું મોત થઈ જાય છે. જિલ્લામાં 121 જેટલા દર્દીઓ આ રોગથી પીડિત છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટલા, સાયલા, ધ્રાંગધ્રા અને વઢવાણમાંથી સૌથી વધુ કેસો સામે આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button