GUJARAT

આણંદ, વાસદ ટોલ પ્લાઝા નજીકથી 2.16 લાખનું મેફેડ્રોન ઝડપાયું, એક આરોપી ઝડપાયો…..

આણંદ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસે આણંદ જિલ્લાના વાસદ ટોલ પ્લાઝા નજીકથી ₹2,16,000 ની કિંમતના 21.600 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેથી મોબાઈલ અને વાહન સહિત કુલ ₹7,41,310 નો મુદ્દામાલ મળ્યો છે.

પકડાયેલા આરોપીનું નામ વૈભવ કિશોરભાઈ નિમ્બાર્ક (ઉંમર 42, રહે. રાજકોટ) છે. પોલીસ પૂછપરછમાં, વૈભવ નિમ્બાર્કે ભરૂચના હાર્દિક ઉર્ફે હેરી રાઠોડ અને મોહમ્મદ ઉવેશ સકીલ અહેમદ ગાંટીવાલાનું નામ આપ્યું હતું, જેઓ આ કેસમાં વોન્ટેડ છે. પોલીસ હાલ આ બંને વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.

આ કેસ NDPS એક્ટની કલમ 8(C), 22(B), અને 29 હેઠળ નોંધવામાં આવ્યો છે. SMC ના પીઆઈ આર.કે. કરમટા અને પીએસઆઈ કે.ડી. રવિયાની ટીમે આ કાર્યવાહી કરી હતી.

આ પ્રકારે પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button