Business

GSTમાં સુધારા બાદ શેરબજારમાં તેજી, રોકાણકારોએ 15 મિનિટમાં કરી 4 લાખ કરોડની કમાણી

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંગે કરવામાં આવેલી જાહેરાતોને કારણે ગુરુવારે બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકોમાં ભારે ઉછાળો આવ્યો. સવારે 9:20 વાગ્યા સુધીમાં S&P BSE સેન્સેક્સ 527.86 પોઈન્ટ વધીને 81,095.39 પર પહોંચ્યો, જ્યારે NSE નિફ્ટી 50 135.65 પોઈન્ટ વધીને 24,850.70 પર પહોંચ્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંગે કરવામાં આવેલી જાહેરાતોને કારણે ગુરુવારે બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકોમાં ભારે ઉછાળો આવ્યો. સવારે 9:20 વાગ્યા સુધીમાં S&P BSE સેન્સેક્સ 527.86 પોઈન્ટ વધીને 81,095.39 પર પહોંચ્યો, જ્યારે NSE નિફ્ટી 50 135.65 પોઈન્ટ વધીને 24,850.70 પર પહોંચ્યો.

3 સપ્ટેમ્બરના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી 4,52,76,262 કરોડ રૂપિયા હતી. માત્ર એક જ દિવસમાં એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ તે વધીને 4,56,74,928 કરોડ રૂપિયા થઈ ગઇ હતી. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં લગભગ 3,98,666 કરોડ રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો. આ ઉછાળો બજારમાં વધતી તેજી અને રોકાણકારોના વિશ્વાસનો મોટો પુરાવો છે.

23 શેરોમાં તેજી, M&M અને બજાજ ફાઈનાન્સમાં ઘટાડો

સેન્સેક્સમાં કુલ 30 શેર છે, જેમાંથી 23 શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે. સૌથી વધુ વધારો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં જોવા મળ્યો હતો. બીજી તરફ ઇટરનલ અને NTPCના શેરમાં ઘટાડો રહ્યો હતો. જોકે, આ ઘટાડો બજારમાં તેજી ઘટાડી શક્યો નહીં.

જો આપણે બજારમાં તેજી વચ્ચે સૌથી વધુ ભાગનારા શેરોની વાત કરીએ તો લાર્જકેપ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 7.10 ટકા, બજાજ ફાયનાન્સનો શેર 5 ટકા, બજાજ ફિનસર્વનો શેર 3.20 ટકા, ITCનો શેર 2.30 ટકા અને HULનો શેર 2.20 20 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત મિડકેપ કંપનીઓમાં એસ્કોર્ટનો શેર 8.87 ટકા, ફર્સ્ટક્રાયનો શેર 5.46 ટકા, પોલિસી બજારનો શેર 4.66 ટકા, જ્યુબિલી ફૂડ્સનો શેર 3.14 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ કંપનીઓમાં અતુલ ઓટોના શેરમાં 10.05 ટકા અને કેમ્પસના શેરમાં 6.77 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે GST કાઉન્સિલે 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબને દૂર કરવાનો અને 5 ટકા અને 18 ટકાના ફક્ત બે સ્લેબ રાખવાનો નિર્ણય લીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button