Top In Ahmedabad
અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મી 1 હજારની લાંચ લેતા ઝડપાયો, દિવાળી બોનસ પેટે માંગ્યા હતા રૂપિયા


અમદાવાદમાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલે અસલાલી સર્કલ નજીક દિવાળી બૉનસ અને એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેની ફરિયાદ થતાં કૉન્સ્ટેબલને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.
અમદાવાદ શહેરમાં અસલાલી સર્કલ નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એક કૉન્સ્ટેબલને ACBએ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. માહિતી પ્રમાણે, અસલાલી સર્કલ નજીક કિશોર મકવાણા નામના ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલા ફરિયાદ પાસે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. વેપારીએ ACBમાં ફરિયાદ નોંધવતા જ ACBએ અસલાલી સર્કલથી કમોડ તરફ આવવાની રૉડ પરથી કૉન્સ્ટેબલને એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. હાલમાં ACBએ કિશોર મકવાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




