દિવાળી-બેસતા વર્ષના દિવસે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ પણે વિદાય લીધાને એક સપ્તાહ પસાર થઈ ચુક્યું છે. શિયાળાએ પણ સત્તાવાર શરૂઆત કરી દીધી છે. હવે દિવાળી, બેસતા વર્ષના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેથી આ વર્ષે દિવાળીના તહેવારોમાં વરસાદ વિલન બનીને ત્રાટકશે. જો કે ખેડૂતોને માવઠાને લીધે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, ખેતરોમાં તૈયાર થયેલો પાક હવે લણણી કરવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતમાં વધારો કરી દીધો છે.
મળતી માહિતી અનુસાર, આગામી દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા તહેવારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શકયતા સેવાઈ રહી છે. દિવાળીના તહેવારોમાં વરસાદ રંગમાં પાડશે ભંગ! હજી ગત અઠવાડિયા સુધી વરસાદ ગુજરાતમાં વરસીને સત્તાવાર રીતે વિદાય લઈ ચુક્યો છે. ત્યારે હવે ફરીથી માવઠાના સ્વરૂપે વરસીને લોકોનાં તહેવારની મજા બગાડવા આવી રહ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા છતાં આ વર્ષે વરસાદ ખાબક્યો છે. જો કે, હવે માવઠું થશે તો ખેડૂતોને ખૂબ નુકસાન થશે તેમાં નવાઈ નહીં. હવામાન વિભાગે પત્રકાર પરિષદ દ્વારા દિવાળીના તહેવારોમાં કમોસમી વરસાદથી તહેવાર ટાણે રંગમાં ભંગ પાડે તેવી શકયતા વ્યક્ત કરી છે.
મળતી માહિતી અનુસાર, આગામી દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા તહેવારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શકયતા સેવાઈ રહી છે. દિવાળીના તહેવારોમાં વરસાદ રંગમાં પાડશે ભંગ! હજી ગત અઠવાડિયા સુધી વરસાદ ગુજરાતમાં વરસીને સત્તાવાર રીતે વિદાય લઈ ચુક્યો છે. ત્યારે હવે ફરીથી માવઠાના સ્વરૂપે વરસીને લોકોનાં તહેવારની મજા બગાડવા આવી રહ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા છતાં આ વર્ષે વરસાદ ખાબક્યો છે. જો કે, હવે માવઠું થશે તો ખેડૂતોને ખૂબ નુકસાન થશે તેમાં નવાઈ નહીં. હવામાન વિભાગે પત્રકાર પરિષદ દ્વારા દિવાળીના તહેવારોમાં કમોસમી વરસાદથી તહેવાર ટાણે રંગમાં ભંગ પાડે તેવી શકયતા વ્યક્ત કરી છે.16 થી 19 ઓક્ટોબર છૂટોછવાયો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
16 ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠું થશે.
17 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે.
18 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ ખાબકશે.
19 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.




