GUJARAT

ચાલુ ક્લાસમાં ચુંબન, પાર્કિંગમાં કિસ…! બે ઘટનાઓથી સંસ્કારી નગરીનું વિદ્યાધામ શરમમાં મૂકાયું

 MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વડોદરામાં વિદ્યાનાં ધામને કલંકિત કરતી બે ઘટના બની છે. MS યુનિ.માં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા. ચાલુ ક્લાસમાં ચુંબનનો વીડિયો વાયરલ થયો છે. તો પાર્કિંગમાં પણ વિદ્યાર્થી વિદ્યાર્થીનીની અશ્લીલ હરકત કેદ થઈ છે. 

વડોદરામાં વિદ્યાનાં ધામને કલંકિત કરતી ઘટના બની છે. નવરાત્રિમાં ચુંબનની રીલનો વિવાદ હજી માંડ શમ્યો છે, ત્યાં MS યુનિ.માં જાહેરમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા છે. એક તરફ, ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું હતું. વિદ્યાર્થીઓની અશ્લીલતાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન છે. 

એમ એસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આ ઘટના બની હોવાનું લાગે છે. પરીક્ષા પહેલા શુક્રવારના રોજ વર્ગખંડમાં ઘટના બની હોવાનું કહેવાય છે. સમગ્ર મુદ્દે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો કલ્પના ગવલીએ કહ્યું કે, આ હરકત ચલાવી નહીં લેવાય. શિક્ષાના ધામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કાર્યવાહી કરાશે. બંને યુવક યુવતીની ભાળ મળતા જ રસ્ટીગેટ કરવામાં આવશે. મોબાઇલથી વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે. પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button