GUJARAT

હર્ષ સંઘવીને દિવાળી બોનસ, પ્રમોશન સાથે બન્યા રાજ્યના સૌથી યુવા DYCM

ગુજરાતમાં હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર સરકાર 2.0માં મોટી જવાબદારી મળી છે. હવે પ્રમોશન સાથે ગુજરાતના ડેપ્યુટી સીએમ બની ગયા છે. ગુજરાતમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ચર્ચામાં હતી, જે હવે ફાઈનલ થઈ ગઈ છે.

હર્ષ સંઘવીને સૌપ્રથમ શપથ લીધી છે. તેમને ગુજરાતના DYCM બનાવાયા છે. તેઓ ગુજરાતના સૌથી યુવા DYCM છે. હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી 3 ટર્મથી મજૂરાથી ધારાસભ્ય છે. અગાઉ રાજ્યના ગૃહમંત્રી તરીકે અસરકારક કામગીરી કરી છે. 27 વર્ષની વયે પહેલીવાર ચૂંટણીમાં જીત મેળવી હતી. PM મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવે છે.હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બની ગયા છે. તેઓ 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્ય છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી તરીકે પણ પદ સંભાળ્યું છે. આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે.

હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 8 OBC, 7 પાટીદાર, ચાર ST, ત્રણ SC, બે ક્ષત્રિય તેમજ અન્ય એક જૈન તેમજ એક બ્રાહ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9, મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 6 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 4 ધારાસભ્યોને દિવાળી પહેલા જ ગૂડ ન્યૂઝ મળી ગયા છે. નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા એક નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.ભાજપ સરકાર હંમેશા મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવતી આવી છે, ત્યારે નવા મંત્રીમંડળમાં આ દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વખતે 3 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે ભાજપના ‘સમાન પ્રતિનિધિત્વ’ના સંદેશને વધુ મજબૂત બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button