GUJARAT

 મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના અંગત વિદેશ પ્રવાસને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 11 ઓગસ્ટે જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ હવે સરકારી કર્મચારીઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલાં સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર કર્મચારી સામે ગંભીર ગેરશિસ્ત બદલ કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી રજા મંજૂરી વગર વિદેશ પહોંચ્યા બાદ ગુજરાત સામાન્ય વહીવટ વિભાગે નવો આદેશ આપ્યો હતો કે મંજૂરી વગર વિદેશ પ્રવાસ જતા અધિકારીઓ સામે ગંભીર ગેરશિસ્ત હેઠળ કડક કાર્યવાહી થશે. ગુજરાત સામાન્ય વહીવટ વિભાગે  મંગળવારે સાંજે પ્રસિદ્ધ કરેલા નવા ઠરાવ મુજબ તમામ સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસની પૂર્વ મંજૂરી મેળવવા માટે નવી માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી લાગુ કરી હતી. જેમાં વિદેશ જવાના 45 દિવસ પહેલા રજા મંજૂરી માટે અરજી કરવી ફરજીયાત બનાવાઈ છે.

મહેસાણાના ડીડીઓ અંચુ વિલ્સન રજા મંજૂર કરાવ્યા વગર જ વિદેશ જતા રહ્યાના સમાચાર મળી રહ્યા છે. કર્મચારીઓએ વિદેશ પ્રવાસ પહેલા કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. વર્ગ-1 અને 2ના અધિકારીઓ અરજી સંવર્ગ સંચાલક અધિકારી પાસે અને વર્ગ-3ના કર્મચારીઓની અરજી ખાતાના વડા સમક્ષ રજૂ કરશે. આવી અરજીમાં પ્રવાસનો હેતુ શું છે તે સ્પષ્ટ કરવાનો રહેશે. જેમ કે ટુરિઝમ, ધાર્મિક, કૌટુંબિક, શૈક્ષણિક કે સામાજિક કારણોસર ફોરેન ટુર છે તે જાહેર કરવાની સાથે અંદાજિત ખર્ચ અને નાણાંકીય સ્ત્રોત જણાવવાનો રહેશે. સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ પ્રકારનું વિદેશી આતિથ્ય કે સ્પોન્સરશીપ સ્વીકારી શકાશે નહીં. આટલું જ નહીં અધિકારીએ એ પણ સ્પષ્ટ કરવું પડશે કે તેની સામે કોઈ ખાતાકીય તપાસ, ફોજદારી કેસ કે અદાલત તરફથી દેશ છોડવા પર કોઈ મનાઈ હુકમ નથી. અરજી મળ્યાના 30 દિવસની અંદર મંજૂરી કે ના મંજૂરી અંગેનો આખરી નિર્ણય લેવાશે.

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના અંગત વિદેશ પ્રવાસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 11 ઓગસ્ટે જાહેર કરાયેલી આ નવી સૂચનાઓ મુજબ હવે સરકારી કર્મચારીઓએ વિદેશ પ્રવાસ પહેલાં અનેક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. સરકારનો હેતુ વિદેશ પ્રવાસની પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે. નવી માર્ગદર્શિકા મુજબ, વિદેશ પ્રવાસના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત રહેશે. કર્મચારીઓએ સમયસર અરજી કરીને સરકારની પૂર્વ મંજૂરી મેળવવી પડશે. માત્ર રજા મંજૂર થઈ હોવી પૂરતી ગણાશે નહીં, પરંતુ વિદેશ પ્રવાસ માટે અલગથી સરકારની પૂર્વ મંજૂરી લેવી પણ ફરજિયાત રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવો ગંભીર ગેરવર્તણૂક ગણાશે. જો કોઈ સરકારી કર્મચારી અથવા અધિકારી પૂર્વ મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કરશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. તેથી તમામ કર્મચારીઓને નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

નવી વ્યવસ્થા મુજબ વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ પોતાની અરજી કચેરીના વડા અને ખાતાના વડા મારફતે મોકલવાની રહેશે. જ્યારે વર્ગ-3ના કર્મચારીઓએ સંબંધિત કચેરી મારફતે ખાતાના વડાને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા અરજીની યોગ્ય ચકાસણી અને મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓએ અરજીમાં સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તેઓ પર્યટન, તીર્થયાત્રા, પારિવારિક, શૈક્ષણિક અથવા સામાજિક હેતુ માટે વિદેશ જઈ રહ્યા છે. સરકારે દરેક અરજીમાં પ્રવાસનું કારણ સ્પષ્ટ લખવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારી સામે ખાતાકીય તપાસ અથવા ફોજદારી કેસ ચાલી રહ્યો હોય, તો તેની સંપૂર્ણ વિગતો પણ અરજીમાં આપવી પડશે. સરકાર દ્વારા આ માહિતીના આધારે અરજી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button