Entertainment
જાણીતા અભિનેતા અસરાનીનું નિધન:84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા, ઘણા દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા


શોલે ફિલ્મમાં જેલરની ભૂમિકા ભજવનારા લોકપ્રિય અભિનેતા ગોવર્ધન અસરાનીનું આજે અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા. તેમનું બપોરે 1 વાગ્યે અવસાન થયું.
અસરાનીને ચાર દિવસ પહેલા છાતીમાં પાણી ભરાઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસની સારવાર બાદ તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.
અભિનેતાના પરિવારે આજે સાંજે સાંતાક્રુઝના શાંતિ નગર સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા.
તેમના મૃત્યુના સમાચાર ફેલાય તેના થોડા સમય પહેલા, ગોવર્ધન અસરાનીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



