દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ


બોલિવૂડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતાની ટીમે તેમના અવસાનના સમાચારની પુષ્ટી કરી છે. સોમવારે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં “શોલે”, “ચુપકે ચુપકે”, “સીતા ઔર ગીતા” અને “ધરમ વીર” જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
ધર્મેન્દ્ર 89 વર્ષના હોઈ શકે છે, પરંતુ તેઓ ઉદ્યોગમાં એક્ટિવ રહ્યા છે. ધર્મેન્દ્ર તાજેતરમાં “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” અને “તેરી બાતોં… મેં ઐસા ઉલઝા જિયા” માં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ અગસ્ત્ય નંદાની “ઈક્કીસ” માં પણ જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે.



