પાલડીમાં ફટાકડા ફોડવા મામલે એક યુવાનની હત્યા, 11 શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર કર્યો હતો હુમલો

શહેરના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં કપડાની દુકાન ધરાવતા વેપારીઓ વચ્ચે ફટાકડા ફોડવામાં શરૂ થયેલી તકરારે ગંબીર રૂપ લેતા એક વેપારીએ 11 લોકોને સાથે રાખીને ત્રણ યુવાનો પર જીવલેણ હુમલો ક્રયો હતો, જેમાં એક યુવાનને માથામાં લોંખડના પાઈપના ફટકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું.
સરસપુરમાં આવેલી ભગવતી સોસાયટીમાં રહેતા સાગર પ્રજાપતિ પાલડી-ભઠ્ઠામાં આવેલા વ્રજ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. તેમના કોમ્પેલેક્ષમાં પહેલા માળે નરેન્દ્રસિંહ અને અર્જુન સિંહ નામના યુવાનો પણ કપડાનો વ્યવસાય કરે છે.
નવા વર્ષના દિવસે સવારે સાગર પ્રજાપતિ અને તેમના પિતરાઈભાઈ ફટાકડા ફોડતા હતા ત્યારે નરેન્દ્રસિંહ નામનો યુવાન આવ્યો અને કહ્યું હતું કે અમારી દુકાનમાં તણખલા પડે છે, જેથી ફટાકડા બાજુમાં ફોડો, સાગરે ફટાકડા દુર ફોડવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ રોનક સાથે નરેન્દ્રસિંહ મારામારી કરવા લાગતા સાગરે તેને ઠપતો આપ્યો હતો. આ સમયે અર્જુનસિંહ અને અન્ય 10 લોકો સાથે આવ્યો તેણે સાગર, રોનક પર અચાનક હુમલો કર્યો હતો. જેમાં રોનકના માથામાં પાઈપના ફટકા માર્યા હતા. તો બીજી તરફ આ સમયે અન્ય વેપારીઓ આવી જતા નરેન્દ્રસિંહ અને અન્ય હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. શુક્રવારે સાગરનું મોત નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.




