ઇન્ડિયા એસએમઇ ફોરમ દ્વારા “Top 50 SMEs of Gujarat” લોન્ચ – રાજ્યસ્તરીય MSME માન્યતા અને વૃદ્ધિ માટેનું પ્રથમ પ્લેટફોર્મ


India SME Forum દ્વારા છેલ્લા દાયકાથી સફળતાપૂર્વક આયોજિત India SME 100 Awardsની પરંપરાને આગળ વધારતા, ઇન્ડિયા એસએમઇ ફોરમે એક્સીસ બેંક સાથે ભાગીદારીમાં સ્ટેટ એસએમઇ એવોર્ડ્સ 2026ની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ “Top 50 SMEs of Gujarat” લોન્ચ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરનારા MSMEs (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટેનું અનોખું પ્લેટફોર્મ છે. 2026 દરમિયાન આ એવોર્ડ્સ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા સાત રાજ્યોમાં યોજાશે.
State SME Awards 2026નો મુખ્ય ઉદ્દેશ દરેક રાજ્યની ઔદ્યોગિક વિશેષતાઓને ઉજાગર કરવાનો છે, તેમજ સ્થાનિક સ્તરે ઇવેન્ટ્સ, જ્યુરી ઇન્ટરએક્શન અને એવોર્ડ સમારંભો દ્વારા ઉદ્યોગોને જોડવાનો છે. આ પહેલ નવીનતા, પ્રતિબદ્ધતા, વ્યાપારિક શ્રેષ્ઠતા અને સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારતા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે.

ગુજરાતને આ પહેલ માટે પ્રથમ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે રાજ્યમાં મજબૂત ઉદ્યોગ આધાર, નિકાસ કેન્દ્રિતતા અને સક્રિય MSME ઇકોસિસ્ટમ છે. આ કાર્યક્રમ હેઠળ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટ્રેડિંગ ક્ષેત્રના એવા ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવશે, જે નવીનતા, રોજગાર સર્જન, ટેક્નોલોજી અપનાવા અને રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
માત્ર સન્માન નહીં – વૃદ્ધિ માટેનું પ્લેટફોર્મ
“Top 50 SMEs of Gujarat” માત્ર એવોર્ડ નહીં પરંતુ એક સંપૂર્ણ Recognition & Growth Platform છે, જે પસંદ કરાયેલા ઉદ્યોગોને તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં અને ઝડપી વૃદ્ધિ મેળવવામાં મદદ કરશે. પસંદ થયેલા તમામ ઉદ્યોગોને India SME 100 Awards માટે આપમેળે નોમિનેશન મળશે (લાયકાતના માપદંડોને આધિન), જેના દ્વારા તેઓ રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકશે.
આ ઉપરાંત, પસંદ થયેલા ઉદ્યોગોને India SME Forumના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો લાભ મળશે, જેમાં રોકાણકારો, બેન્કો, ટેક્નોલોજી કંપનીઓ, વૈશ્વિક કોર્પોરેશન્સ, નિકાસ પ્રોત્સાહન સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવાની તક મળશે. તેઓ ઇન્વેસ્ટર ફોરમ, બાયર-સેલર મીટ્સ, આંતરરાષ્ટ્રીય ટ્રેડ મિશન્સ, બિઝનેસ નેટવર્કિંગ અને લીડરશિપ ફોરમ જેવી અનેક વૃદ્ધિ તકોમાં પણ ભાગ લઈ શકશે.
આ પહેલ અંગે India SME Forumના પ્રમુખ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, “India SME 100 Awards છેલ્લા દાયકાથી દેશના શ્રેષ્ઠ MSMEsને માન્યતા આપે છે. હવે અમે ‘Top 50 SMEs of Gujarat’ દ્વારા આ પરંપરાને રાજ્ય સ્તરે આગળ વધારી રહ્યા છીએ. આ માત્ર એવોર્ડ નહીં પરંતુ ઉદ્યોગોને વધુ ઝડપથી વિકાસ માટે રોકાણકારો, બેન્કો અને વૈશ્વિક તકો સાથે જોડતું એક મજબૂત પ્લેટફોર્મ છે.”
વધુ માં વધુ એમએસએમઇ જોડાઈ શકે તે માટે આ અંગે અમદાવાદ ખાતે માહિતી આપતા
India SME Forumની સહ-સ્થાપિકા સુષ્મા મોર્થાનિયાએ જણાવ્યું હતું કે, “India SME Forum દ્વારા આયોજિત આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો છે. MSMEs દેશની અર્થવ્યવસ્થાની રીડ છે અને આવા પ્લેટફોર્મ દ્વારા તેમને વધુ વૃદ્ધિ અને વૈશ્વિક તકો સાથે જોડવાની અમારી પ્રતિબદ્ધતા છે.”
Axis Bank નાએકઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ રીજનલ બ્રાંચ બેન્કીંગ હેડ રાકેશ ભોજનગરવાલાએ જણાવ્યું હતું કે, “Axis Bank તરીકે અમે હંમેશા SMEs અને MSMEsને વિકાસ માટે જરૂરી સહાય, માર્ગદર્શન અને તકો પૂરી પાડવા પ્રતિબદ્ધ છીએ. અને આ પ્રતિબદ્ધતાને અંતર્ગત અમે ઇન્ડિયા એસએમઇ ફોરમ સાથે આ પહેલ માં જોડાયા છીએ.
ઉદ્યોગ જગતના પ્રતિનિધિ ધ્રુવ દેસાઇએ જણાવ્યું હતું કે, “ગુજરાતના MSMEsમાં વિશાળ સંભાવનાઓ છે અને આવી પહેલો દ્વારા તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવામાં મદદ મળશે.”
નિલેશ શુક્લાએ ઉમેર્યું હતું કે, “આ પ્રકારના પ્લેટફોર્મ્સ ઉદ્યોગોને નેટવર્કિંગ, જ્ઞાન અને વિકાસ માટે નવી દિશા આપે છે, જે સમગ્ર MSME ઇકોસિસ્ટમ માટે લાભદાયક સાબિત થશે.”
આ એવોર્ડ્સ માટેની પસંદગી પ્રક્રિયા પારદર્શક રહેશે અને તેમાં બિઝનેસ વૃદ્ધિ, નાણાકીય કામગીરી, નવીનતા, ઉત્પાદનક્ષમતા, નિકાસ, ટેક્નોલોજી અપનાવા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગુણવત્તા, ગવર્નન્સ, સસ્ટેનેબિલિટી અને રોજગાર સર્જન જેવા માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવશે.
પસંદ થયેલા “Top 50 SMEs of Gujarat”ને એક પ્રતિષ્ઠિત સમારંભમાં સન્માનિત કરવામાં આવશે અને તેમને નીતિનિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, રોકાણકારો અને વૈશ્વિક કંપનીઓ સામે પ્રસ્તુત કરવાની તક મળશે, જેના દ્વારા તેમની વિશ્વસનીયતા અને વિકાસની શક્યતાઓમાં વધારો થશે.
India SME Forum ગુજરાતના દરેક જિલ્લામાંથી લાયક MSMEsને આ અનોખી પહેલમાં ભાગ લેવા આમંત્રિત કરે છે અને દેશના ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતી પ્રતિષ્ઠિત સમુદાયનો ભાગ બનવા માટે આમંત્રણ આપે છે.
ગુજરાત માટે રજીસ્ટ્રેશન ૧૦ ઓગષ્ટ સુધી ચાલુ છે.
રજીસ્ટ્રેશન માટે https://www.top50sme.in




