ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) દ્વારા નીટ 2026 માં વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની ઉજવણી


એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) એ તેના નીટ 2026 ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોચના નીટ ઓલ ઇન્ડિયા રેન્ક (એઆઈઆર) માં સ્થાન મેળવ્યું છે.
રવિકાંત દિવાકર (એઆઈઆર 55), શિવાંશ આનંદ (એઆઈઆર 152), દિવ્યાંશ જયસ્વાલ (એઆઈઆર 173), અને સાક્ષી કુમારી (એઆઈઆર 192) એ કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ છે. આ સિદ્ધિઓ પીડબ્લ્યુ દ્વારા પ્રદાન કરવામાં આવતી શિક્ષણ ઇકોસિસ્ટમની લવચીકતાનો પુરાવો છે, જેમાં વિદ્યાર્થીઓ તેમની વ્યક્તિગત પસંદગીઓ અને શીખવાની શૈલીના આધારે ઓનલાઇન કોર્સ અથવા ઓફલાઇન, ટેક-સક્ષમ પીડબ્લ્યુ વિદ્યાપીઠ કેન્દ્રો દ્વારા ઉચ્ચ સ્કોર મેળવી શક્યા છે.
ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) ના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું હતું કે, “દરેક નીટ 2026 ના ઉમેદવારને અભિનંદન કે જેમણે આ સફરમાં પોતાની મહેનત, શિસ્ત અને હૃદય રેડી દીધું છે. તમારું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આજે જેઓ તેમના પરિણામોની ઉજવણી કરી રહ્યા છે, આ સફળતા તમારી મહેનતનું ફળ છે. અને જેઓ પોતાના લક્ષ્યોમાં થોડા પાછળ રહી ગયા છે, તેમને યાદ રહે કે આ પરીક્ષા માત્ર એક માઈલસ્ટોન છે, તે તમારા મૂલ્ય અથવા તમારા ભવિષ્યનું માપદંડ નથી. તમારી ક્ષમતાઓ વિશાળ છે, અને લાંબી, સફળ સફરમાં આ માત્ર એક પ્રકરણ છે.”

વધુમાં, અમદાવાદમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પંદન ઠક્કર (એઆઈઆર 381) અને દર્શિલ કાપડિયા (એઆઈઆર 694) સહિતના અન્ય વિદ્યાર્થીઓ શહેરમાં ફિઝિક્સવાલાના કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ હતા.
રવિકાંત દિવાકરે જણાવ્યું હતું કે, “મારી મહેનત રંગ લાવી તે જોઈને હું ખૂબ જ ખુશ છું. પીડબ્લ્યુની બેચોએ મારી બધી જ મૂંઝવણો સંપૂર્ણપણે દૂર કરી. શિક્ષકોએ કોન્સેપ્ટને એટલી સારી રીતે સમજાવ્યા કે મેં ફોર્મ્યુલાને માત્ર ગોખવાને બદલે તેની પાછળનું લોજિક સમજ્યું. જ્યારે પણ હું કોઈ અઘરા પ્રશ્નમાં અટવાતો, ત્યારે વીડિયો સમજૂતીએ મને તરત જ સાચા સ્ટેપ્સ બતાવ્યા, જેનાથી મારો ઘણો સમય બચ્યો.”
શિવાંશ આનંદે કહ્યું, “આ સ્કોર મેળવવો અદ્ભુત લાગે છે, અને મને ખુશી છે કે મારી બધી મહેનત કામ આવી. મારા માટે સૌથી મોટી મદદ ડેઈલી પ્રેક્ટિસ પેપર્સ (રોજબરોજના અભ્યાસ માટેના પ્રશ્નપત્રો હતા. તે નિયમિત ટેસ્ટ આપવાથી મને ગભરાયા વિના મારો સમય કેવી રીતે મેનેજ કરવો તે શીખવા મળ્યું. શિક્ષકોએ પણ મારા ડાઉટ્સ દૂર કરવામાં મદદ કરી અને બતાવ્યું કે હું ક્યાં ભૂલો કરી રહ્યો હતો, જેનાથી મને ફાઇનલ પરીક્ષા પહેલાં તેને સુધારવામાં મદદ મળી.”
નીટ કોચિંગ માટે ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) નો અભિગમ સુલભ, સસ્તું અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર આધારિત છે. આ પ્લેટફોર્મ ડેઈલી પ્રેક્ટિસ પ્રશ્નો, વીડિયો સોલ્યુશન્સ સાથે મોક ટેસ્ટ, 24×7 ડાઉટ સોલ્યુશન અને એઆઈ-પર્સનલાઈઝ્ડ રિવિઝન જેવી ટેક્નોલોજી આધારિત સુવિધાઓ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ તેમના સ્થાન અથવા બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના તેમના લક્ષ્ય પર ટકી રહે.
આ વર્ષે, અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓએ નીટ (યુજી) 2026 ની પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ ઉમેદવારો વિવિધ અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાયક ઠર્યા છે.




