GUJARAT

રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી: અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્યમ વરસાદની આગાહી: જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

હળવા વરસાદની આગાહી: પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button