GUJARAT

ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, ઉમેદવારો ભૂલ્યા વિના વાંચી લે

ગુજરાત પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી) માટે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શારીરિક પરીક્ષા લેવામાં આવશે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જાણકારી આપવામાં આવી છે. જે કારણે પોલીસ ભરતીના ઉમેદવારો માટે શારીરિક કસોટીની તૈયારી કરવા માટે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.

પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી)માં તારીખ 3 ડિસેમ્બરથી તારીખ 23 ડિસેમ્બર, 2025 (11:59 PM) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ અંગેની વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.03-12-2025ના રોજ https://ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન કરવાની રહેશે.

ભરતીમાં જગ્યાની વિગતો

  • બિન હથિયારી PSI – 659
  • હથિયારી PSI – 129
  • જેલર ગૃપ 2 (પુરષ) – 70
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 6942
  • હથિયારી પોલીસ કોનસ્ટેબલ – 2458
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ( SRPF ) – 3002
  • જેલ સિપાઈ ( પુરુષ ) – 300
  • જેલ સિપાઈ ( મહિલા ) – 31
  • કુલ જગ્યા 13591

આ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો તૈયાર થઈ જજો કેમ કે શારીરિક કરોટી માટે ઉમેદવારો પાસે 1 મહિના કરતા ફણ ઓછો સમય રહી ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button