GUJARAT

 ગુજરાતમાં હજુ પણ રાહત નહીં મળે, વરસાદને લઈ અંબાલાલની ભારે ભરખમ આગાહી

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હાલના માહોલને જોતા 3 નવેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ વરસાદનું પ્રમાણ વિવિધ સ્તરે રહી શકે છે. આ સાથે વરસાદ બાદ નવેમ્બર મહિનાના પ્રારંભથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવા શરૂ થશે અને 8 થી 12 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. તેના પ્રભાવસરરૂપ ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ વધશે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18 અને 19 નવેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એ જ સાથે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે, જેના કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન હવામાનમાં ફરી પલટો આવી શકે છે. આ સમયગાળામાં પણ રાજ્યના કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં રાજ્યના હવામાનમાં વારંવાર ફેરફાર જોવા મળશે, ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક કટાકઠ ઠંડી જે ખેડૂતો અને નાગરિકો બંને માટે ધ્યાનમાં લેવાની બાબત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button