National

‘વિદ્યાર્થીઓ આતંકવાદી નથી; 10 વર્ષમાં 152 પેપર લીક’ – રાહુલ ગાંધીએ કેન્દ્ર સમક્ષ ત્રણ માંગણીઓ મૂકી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે વિદ્યાર્થીઓના પ્રદર્શન અને જંતર-મંતર પર તેમની સાથે કથિત મારપીટનો મુદ્દો ઉઠાવતા સવાલ કર્યો કે આખરે આ વિદ્યાર્થીઓનો શું ગુનો છે, જેથી તેની સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વિદ્યાર્થીઓ કોઈ ગુનો નથી કરી રહ્યાં, પરંતુ પોતાનો હક માગી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે દેશના હજારો-હજારો વિદ્યાર્થીઓ આખરે શું ખોટું કરી રહ્યાં છે? તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સુરક્ષા દળો દ્વારા મારવામાં આવ્યા, અપમાનિત કર્યાં જેવા સમાચાર સામે આવી રહ્યાં છે. તેમણે સવાલ કર્યો કે કેમ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ નેતાએ કહ્યુ કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યાં હતા અને સરકાર પાસે તે માગી રહ્યાં હતા, જેનો તેમનો અધિકાર છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને એવી શિક્ષણ વ્યવસ્થા જોઈએ, જે યોગ્ય રીતે કામ કરે અને નિષ્ફક્ષ હોય. પરંતુ આજે દેશમાં આવી શિક્ષણ વ્યવસ્થા નથી.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે પેપર લીકની સમસ્યા ખુબ ગંભીર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ભારે તણાવમાંથી પસાર થાય છે. ઘણા બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર મહેનતની કમાણી પરીક્ષા અને શિક્ષણ પર ખર્ચ કરે છે, પરંતુ પરીક્ષાના પેપર લીક થઈ જાય છે.

10 વર્ષમાં દેશમાં 152 પેપર લીકની ઘટનાઓ
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં 152 પેપર લીકની ઘટનાઓ થઈ છે, પરંતુ તેમાં એક પણ આરોપો સાબિત થયા નથી. તેમણે કહ્યું કે આશરે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેના પરિવાર પ્રભાવિત થયા છે. તેમાં મોટા ભાગે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર છે, જે પોતાના બાળકોના અભ્યાસ અને પરીક્ષા માટે મહેનતની કમાણી લગાવે છે

તેમણે આરોપ લગાવ્યો કે કોઈ વ્યક્તિ કે લોકોનો એક સમૂહ દેશની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી રહ્યાં છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વિરોધ પ્રદર્શન યોગ્ય કારણ છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે વિદ્યાર્થીઓની સમસ્યાને ગંભીરતાથી લેવા અને શિક્ષણ વ્યવસ્થા નિષ્ફક્ષ બનાવવાની માગ કરી.

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ તરફથી ત્રણ મુખ્ય માંગ રાખી. તેમણે કહ્યું કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવું જોઈએ. આ સિવાય જે લોકોએ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર મારપીટ કરી, તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ત્રીજી માંગ કે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button