Business

આજે પણ સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, 1 લાખની અંદર આવી જશે, નિષ્ણાંતોએ આપ્યાં ખુશખબર

ચીને ટેક્સ છૂટછાટને પાછી ખેંચી લેતાં ભારતમાં સોનું સસ્તું થઈ ગયું છે. સોમવારે ભારતમાં સોનાના ભાવ રૂ. 1,21,660 રહ્યાં હતા. ચીને કેટલાક રિટેલર્સ માટે લાંબા સમયથી ચાલતી ટેક્સ રિબેટ દૂર કર્યા પછી હાજર સોનાનો ભાવ $4,૦૦૦ પ્રતિ ઔંસથી નીચે આવી ગયો હતો.

સોમવારે નવી દિલ્હીમાં ભાવ પ્રતિ 1૦ ગ્રામ 1, 21, 230 રૂપિયા અને મુંબઈમાં 1, 21, 400 રૂપિયા હતો. બેંગલુરુમાં, ભાવ રૂ. 1,21,540 જ્યારે કોલકાતામાં, તે રૂ.1,21, 280 પ્રતિ 10 ગ્રામ હતો. ચેન્નાઈમાં આ કિંમતી વસ્તુનો ભાવ સૌથી વધુ હતો, જે રૂ. 1, 21, 790 રુપિયા હતો.

ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ૩ નવેમ્બરના રોજ આ કિંમતી ધાતુનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 1, 48, 860 પર ટ્રેડ થઈ રહ્યો હતો.અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,12,800 અને 24 કેરેટ સોનાનો ભાવ 1,23,000 રહ્યો છે.

શનિવારે, બેઇજિંગે જાહેરાત કરી હતી કે તે હવે કેટલાક રિટેલર્સને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ અને શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જમાંથી ખરીદેલા સોનાના વેચાણ પર મૂલ્યવર્ધિત કરને ઓફસેટ કરવાની મંજૂરી નહીં આપે પછી ભલે તે સીધું વેચાય કે બીજી કોઈ રીતે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button