National

‘હરિયાણામાં 25 લાખ મતોની ચોરી થઇ, બ્રાઝીલની મૉડલે 10 બૂથ પર 22 વાર મતદાન કર્યું’- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ H ફાઇલ્સને લઇને મોટો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, રાજ્યમાં વોટ ચોરી થઇ રહી છે. આ કોઇ વિસ્તારમાં વિશેષ નથી થઇ રહી. હરિયાણા,કર્ણાટકમાં વોટ ચોરી પકડાઇ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતતું હતું, પોસ્ટલ બેલેટમાં પણ કોંગ્રેસ આગળ હતું. હરિયાણામાં પોસ્ટલ વોટ અને અસલ વોટ અલગ છે. શરૂઆતમાં અમને તેના પર વિશ્વાસ ન થયો અને ઊંડી તપાસ બાદ હું 101% સત્ય સાથે આવ્યો છું.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હરિયાણામાં તમામ કોંગ્રેસની જીત બતાવતા હતા પણ કોંગ્રેસની જીતને વોટ ચોરી કરીને હારમાં બદલવામાં આવી.યુવાઓનું ભવિષ્ય કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હરિયાણામાં તમામ કોંગ્રેસની જીત બતાવતા હતા પણ કોંગ્રેસની જીતને વોટ ચોરી કરીને હારમાં બદલવામાં આવી.યુવાઓનું ભવિષ્ય ચોરવામાં આવી રહ્યું છે. 

‘ક્યારેક સીમા તો ક્યારેક સ્વીટી બની બ્રાઝીલની મૉડલે આપ્યો મત’- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરતા ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ બ્રાઝીલની એક મૉડલની તસવીર બતાવતા કહ્યું કે તેને ક્યારેક સ્વીટી તો ક્યારેક સીમા બનીને હરિયાણામાં 22 વખત મત આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણામાં 25 લાખ મત ચોરી થયા છે.હરિયાણામાં કોંગ્રેસની જીતને હારમાં બદલવામાં આવી.તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતી રહી હતી. હરિયાણામાં માત્ર 22000 વોટથી કોંગ્રેસ હાર્યું છે.

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ

ફોર્મ 6 અને ફોર્મ 7ના આધાર પર પણ થઇ રહી છે ચોરી

ECએ CCTV ફૂટેજ ડિલેટ કર્યા

એક વ્યક્તિએ કેટલીક જગ્યાએ મતદાન કર્યું

ફેક ફોટોવાળા 1,24,777 મતદારો હતા

ચૂંટણી પંચ ભાજપની મદદ કરી રહ્યું છે.

હરિયાણામાં 8માંથી એક વોટર નકલી

બે બૂથ પર એક તસવીરનો 223 વખત ઉપયોગ થયો

દરેક વોટર લિસ્ટમાં નામ અને ઉંમર અલગ

ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી નથી કરાવી રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button