Top In Ahmedabad

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જુના બિગ બજારની પાછળની ગલી(કમતોડિયાવાસ) પર જાહેર રસ્તા પર દેશીદારૂનું વેચાણ! અને દેશી દારૂની થેલીઓની રસ્તા પર રેલમછેલ!

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી ફક્ત કાગળ પર હોય તેવું લાગે છે બાકી અમદાવાદમા ચારેબાજુ દારૂના અડ્ડાઓ ઘમઘમી રહ્યા છે.. એકબાજુ ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ અને કડક મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ કહ્યું કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને કાયદો બઘા માટે સરખો રહેશે તો અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રાયપુર જુના બીગ બજારની સામેની ગલીમાં જાહેર રસ્તા પર દેશી દારૂની થેલીઓ અને મહેફિલ માણતા લોકો મણયા..તો આ દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થશે તો‌ અને શું પછી લેડિઝની સેફ્ટીથી લઈને ક્રાઈમની દરેક ઘટનામાં વઘારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં કાગડાપીઠ વિસ્તારના પીઆઇ અને તેમના પોલીસ સ્ટેશન દ્વારા શું આ ઘટનાઓ દેખાતી નથી? શું તેમને આ અડ્ડાઓની જાણ નથી…જાહેર રસ્તા પર જ્યાં સામાન્ય માણસને ખબર છે દારૂ ક્યાં મળશે ત્યારે અમદાવાદ કાગડાપીઠ વિસ્તારના પીઆઇને નથી ખબર?

Oplus_131072

આગામી ભાગમાં દેશી દારૂના અડ્ડા, ઈંગ્લીશના સ્ટેન્ડ તેમ જ બીજી ગેરકાયદેસર ચાલતી અનેક કાગડાપીઠના અડ્ડાઓ જાહેર જનતા સમક્ષ જાહેર કરીશું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button