વેજલપુરમાં જૂની અદાવતમાં ફાયરિંગ, યુવકને પગમાં ગોળી મારી આરોપીઓ ફરાર


અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રાત્રે લગભગ 2 વાગ્યાના આસપાસ ચાની કીટલી પાસે અચાનક ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂના ઝગડાની અદાવતમાં થયેલા આ હુમલાથી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ આરોપી અરબાઝ અને તેના બે મિત્રો દ્વારા મુદસર અહેમદખાન પઠાણ પર જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓ સાથે આવેલા સાગરિતો પાસે છરીઓ અને બંદૂક જેવી હથિયારો પણ જોવા મળ્યા હતા.
ફાયરિંગ દરમિયાન એક ગોળી યુવકના જમણા પગના પંજાના ભાગે વાગી હતી. જ્યારે બીજી ગોળી ચાની કીટલી તરફ ફાયર કરવામાં આવી હતી. ગોળીબારીના અવાજથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઘટનાને પગલે પોલીસે (BNS) અને સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે કોઈ જૂન અદાવતને કારણે જયાંથી મારી નાખવાના ઇરાદે આવેલા ઇસમોએ અડધી રાતે ફાયરિંગ કરતાં આસપાસના લોકોમાં ડર અને ગભરાટની સ્થિતિ જોવા મળી હતી.



