Business

Lenskart ના IPOએ રોકાણકારોને કર્યા નિરાશ, ફાયદો નહીં, નુકસાન વેઠવાના દહાડા આવ્યા

લેન્સકાર્ટના IPO એ આજે આખરે બજારમાં એન્ટ્રી લીધી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને પર લિસ્ટિંગ થયું. IPO હેઠળ શેર ₹402 ના ભાવે જારી કરવામાં આવ્યા હતા. આજે BSE પર તે 390 પર ખુલ્યો. જ્યારે NSE પર તે 395 પર ખુલ્યો. આનો અર્થ એ થયો કે રોકાણકારોને કોઈ લિસ્ટિંગ લાભ મળ્યો નહીં. વધુમાં લિસ્ટિંગ મૂડીકરણમાં લગભગ 3% ઘટાડો થયો.

સોમવારે ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં લેન્સકાર્ટના શેર તેમના ઇશ્યૂ ભાવથી 11% જેટલા નીચે આવી ગયા હતા. જોકે શેર ટૂંક સમયમાં રિકવર થયો અને BSE પર 0.88% વધીને 393.45 અને NSE પર 0.91% વધીને 398.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે નબળી શરૂઆત પછી સ્થિરતાના સંકેતો દર્શાવે છે.

લેન્સકાર્ટે આ 12.76 કરોડની ઓફર ફોર સેલમાં પોતાનો હિસ્સો વેચી દીધો. TR કેપિટલ, સોફ્ટબેંક, કેદારા કેપિટલ અને ચિરાટે સહિતની કંપનીઓએ પણ પોતાનો હિસ્સો વેચી દીધો. પ્રમોટર પીયૂષ બંસલ, સહ-સ્થાપક નેહા બંસલ, અમિત ચૌધરી અને સુમિત કપાહીએ પણ પોતાનો હિસ્સો વેચી દીધો.

લેન્સકાર્ટનો IPO 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન બોલી લગાવવા માટે ઉપલબ્ધ હતો. તે નવા શેર ઇશ્યુ અને વેચાણ માટેની ઓફરનું મિશ્રણ હતું. કંપનીએ IPO દ્વારા કુલ 7278 કરોડ રૂપિયા ભેગા કર્યા. ઇશ્યુ પ્રાઇસ બેન્ડ આશરે 402 રૂપિયા પ્રતિ શેર હતો.

Lenskart Solution IPO

  • Price Band: 382-402 રૂપિયા પ્રતિ શેર
  • IPO Date: 31/10 – 4/11
  • IPO allotment Date: 6/11
  • Listing Date: 10/11

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button