Entertainment
દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર


ઘણા દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડલ હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્રને આજે સવારે 7:30 વાગ્યે રજા આપવામાં આવી હતી.
તેમના પુત્ર બોબી દેઓલ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે, આ નિર્ણય પરિવારે લીધો છે.




