સોશિયલ હાર્મની ફાઉન્ડેશન તરફથી મહીપતરામ રૂપરામ આશ્રમને બેબી ફૂડનું વિતરણ


સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત એનજીઓ સોશિયલ હાર્મની ફાઉન્ડેશન દ્વારા માનવતાભાવના ઉત્તમ ઉદાહરણરૂપ પગલું લેવામાં આવ્યું છે. ફાઉન્ડેશન દ્વારા મહીપતરામ રૂપરામ આશ્રમ, જે અનાથ બાળકો અને મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત સંસ્થા છે, ત્યાં એક મહિના પૂરતું બેબી ફૂડ પુરું પાડવામાં આવ્યું છે.
આ પહેલનો હેતુ આશ્રમમાં રહેલા અનાથ શિશુઓના પૌષ્ટિક આહારની જરૂરિયાત પૂરી કરી તેમને સ્વસ્થ ભવિષ્ય આપવાનો છે. સોશિયલ હાર્મની ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “બાળકો આપણા સમાજનું ભવિષ્ય છે અને તેમની યોગ્ય પોષણ અને સંભાળ આપવી એ આપણા સૌની જવાબદારી છે.”
મહીપતરામ રૂપરામ આશ્રમના સંચાલકોએ આ સહાય માટે સોશિયલ હાર્મની ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ પ્રકારની સહાયથી આશ્રમના બાળકોના આરોગ્ય અને વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળશે.
સોશિયલ હાર્મની ફાઉન્ડેશન દ્વારા સમાજના નબળા વર્ગો માટે આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.



