આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું


જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડ્યુલથી જોડાયેલા અને પકડાયેલા આરોપી ડૉક્ટરોની પૂછપરછ અને તેમના મોબાઇલ ફોનમાં તપાસ અધિકારીઓને ચોંકાવનારા પૂરાવા મળ્યા છે. આરોપીઓના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસમાં સિગ્નલ એપ પર બનેલું એક ગ્રુપ મળ્યું છે, જેનો એડમિન ફરાર મોડ્યુલ લીડર ડૉ. મુઝફ્ફર હતો અને આ ગ્રુપમાં ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ, ડૉ. આદિલ અને ડૉ. શાહીન પણ સામેલ હતા.
તપાસમાં મોટા ખુલાસા
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. ઉમરે આ મોડ્યુલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ ડૉ. ઉમરે એમોનિયમ નાઈટ્રેટ, ટ્રાયએસિટોન ટ્રાઇપરઓક્સાઇડ (TATP) અથવા અન્ય કોઈ રસાયણ ખરીદ્યું, ત્યારે ગ્રુપમાં વિગતવાર માહિતી પોસ્ટ કરવામાં આવતી હતી, જેમાં ખરીદેલ જથ્થો, સ્ત્રોત અને તે કેવી રીતે તૈયાર કરવામાં આવશે તે સહિતની માહિતી આપવામાં આવતી હતી. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે ઉમર મોટાભાગના વિસ્ફોટક રસાયણો, જેમાં એમોનિયમ નાઈટ્રેટ, TATP, સલ્ફર ડાયોક્સાઇડ અને ટાઈમર અને વાયર સહિત અન્ય સાધનોની ખરીદી માટે જવાબદાર હતો.
મુઝમ્મિલ પાસે હતી વિસ્ફોટકોને સુરક્ષિત રાખવાની જવાબદારી
ડૉ. મુઝમ્મિલને ખરીદેલા વિસ્ફોટકોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે પણ વિસ્ફોટકો અને રસાયણોનો સ્ટોક મુઝમ્મિલના ભાડાના ઘરમાં ખસેડવામાં આવતો હતો, ત્યારે મુઝમ્મિલ ફોટોગ્રાફ્સ લેતો હતો અને તેમને ગ્રુપમાં મોકલતો હતો જેથી ખાતરી કરી શકાય કે બધી સામગ્રી સુરક્ષિત રીતે સંગ્રહિત છે. વધુમાં, ડૉ. ઉમરે મોડ્યુલ




