World

હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા

હોંગકોંગના તાઈપોમાં ભીષણ આગ લાગી છે અને અનેક બહુમાળી ઇમારતો લપેટમાં આવી ગઈ છે. આગ બુઝાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. ફાયર સર્વિસનું કહેવું છે કે લગભગ 90 ટકા રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.


બુધવારે બપોરે (26 નવેમ્બર, 2025) હોંગકોંગના તાઈપોમાં અનેક ઉંચી ઇમારતોમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા હતા અને 3૦૦ લોકો ગુમ થયા હતા. આગ સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ હોવાના અહેવાલ છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટનાના સંદર્ભમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

રોઇટર્સે ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ (FSD) ને ટાંકીને જણાવ્યું હતું કે, ભીષણ આગને કારણે ઘણા લોકો ઇમારતોમાં ફસાઇ ગયા  હતા. ઘણા કિલોમીટર દૂરથી જ્વાળાઓ દેખાઈ રહી હતી. FSD એ જણાવ્યું હતું કે, તેમને બુધવારે  બપોરે 2:51 વાગ્યે આગ લાગવાના અહેવાલ મળ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button