AMTS અને BRTSના મુસાફરો માટે ખાસ અહેવાલ, Online Digital પાસ આવતા મહિનાથી ઉપલબ્ધ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની બસમાં પાસ મેળવવો વિદ્યાર્થીઓ સહિતના તમામ મુસાફરો માટે સરળ બની જશે. એક અંદાજ મુજબ, વિદ્યાર્થીઓ.સિનિયર સિટીઝન વગેરે મળી એ.એમ.ટી.એસ.માં એક લાખથી વધુ પાસ હોલ્ડરો પાસની મદદથી બસમાં મુસાફરી કરે છે.આઈ-પાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. ઓનલાઈન પાસ મેળવવા માંગતા તમામ મુસાફરોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફોર્મની વિગત ભરી મોકલવુ પડશે.૬ ડિસેમ્બર-૨૫થી ઓનલાઈન ડિજિટલ પાસ વિદ્યાર્થીઓને મળશે. તમામ નવ કેન્દ્ર ઉપરથી ૧ ડિસેમ્બર-૨૫થી ફિઝીકલ પાસ આપવામા આવશે.મુસાફરોએે ઓનલાઈન કે ફિઝીકલ પાસ એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે.
નવી વ્યવસ્થા મુજબ, મુસાફરો તેમના ઘેર બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે.પાસ રિન્યુ કરી શકશે અને તેમના મોબાઈલમાં રાખી શકશે.અરજી કરતી વખતે માન્ય કરેલા વિકલ્પ દરમિયાન એક પ્રકારના પાસને બીજા પ્રકારમા બદલવામા નહીં આવે.આમ છતાં ફિઝીકલ પાસ ધરાવતા મુસાફરો પાસ રિન્યુ કરતી વખતે તેને ડિજિટલ કરાવી શકશે.ફિઝીકલ પાસ રીટઝ હોટલ, સારંગપુર,વાડજ, અખબારનગર, વાસણા ઉપરાંત નરોડા, ભકિત સર્કલ ટર્મિનસ,સારથી બંગલો,ચાંદખેડા ઉપરાંત મણિનગર ટર્મિનસ ઉપરથી મેળવી શકશે.એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.અને કોમ્બો પાસની તમામ શ્રેણી ઓનલાઈન પણ મળી શકશે.આ પાસ વ્યવસ્થા પાસ કેન્દ્રો ઉપરની ભીડમાં ઘટાડો કરશે ઉપરાંત પાસ મેળવવા લોકોને લાંબી લાઈનમા કલાકો સુધી ઉભા રહેવુ નહીં પડે.



